________________
૪૧૮
જૈન તત્ત્વ પ્રકાશ ભેદ થયા. બધા મળી ૧૦૦+૪+૧૦૦+૧૦૦+૧૮૪=પ૩૦ ભેદ રૂપી અજીવ તત્વના થયા, તેમાં અરૂપી અજીવ તત્વના ૩૦ બેલ અગાઉ દર્શાવ્યા તે મેળવતાં અરૂપી, રૂપી બંને અજીવ તત્વના પ૬૦ ભેદ થયા.
૩. પુષ્ય તત્ત્વ શુભ કમાણીએ કરી, શુભ કર્મના ઉદયે કરી જેનાં ફળ ભોગવતાં આત્માને મીઠાં લાગે તેને પુણ્ય કહે છે. પુષ્ય એ શુભકર્મ છે. મન, વચન, કાયાના શુભ વ્યાપારથી આત્મા જે શુભ કર્મ પુદ્ગલેને ગ્રહણ કરે છે તે કર્મ પુદ્ગલેને પુય કહે છે, અને એ ત્રણે અશુભ યોગેથી જે કમ પુદ્ગલે ગ્રહણ કરાય છે તે પાપ કહેવાય છે. પુણ્ય સુખરૂપ ફળ આપે છે. અને પાપ દુખરૂપ ફળ આપે છે. જેવી રીતે સાંસારિક સુખનાં સાધનભૂત સ્થાન, વસ્ત્ર, ભેજનાદિ સામગ્રી પ્રાપ્ત કરવા જતાં પ્રથમ ડું કષ્ટ પડે છે, પણ પછી લાંબા કાળ સુધી તે સુખ આપે છે,
ધીરજ રીતે પુણ્ય ઉપાર્જન કરવામાં પ્રથમ તે કષ્ટ સહન કરવું પડે છે, પણ પછી દીર્ધકાલ પર્યત ઘણું સુખ મળે છે.
કહેવત પણ છે કે, દુઃખ અંતે સુખ. પુણ્ય ઉપાર્જન કરવું મહા મુશ્કેલ છે. પુદ્ગલે પરથી મમત્વ ઊતર્યા વિના, ગુણજ્ઞ થયા વિના, આત્માને વશ કરી ગેને શુભ કાર્યમાં લગાવ્યા વિના પુણ્યાનુબંધી પુણ્ય પાર્જન થતું નથી.
પુણ્ય નવ પ્રકારે બંધાય છે; ૧. અન્નપુને- ( અન્નદાન આપવાથી), પાણપુને-(પાણીનું દાન આપવાથી) ૩. લયણપુને– (પત્ર-વાસણનું દાન દેવાથી) ૪ સયણપુને–શિય્યા, મકાન દેવાથી), ૫. વધુને–વસ્ત્ર દેવાથી) ૬. મનપુને- (મનથી સર્વનું ભલું ચિંતવાથી ૭, વચનપુને-(વચનથી સૌના ગુણાનુવાદ કરવાથી તથા વૈિયાવચ્ચ કરવાથી અને ગુણી મનુષ્યોને શાતા ઉપજાવવાથી), ૯. નમસ્કાર પુને(–ગ્ય ઠેકાણે નમસ્કાર કરવાથી તથા સર્વેની સાથે વિનય રાખવાથી).
ને,