________________
૪૦૬
જૈન તત્ત્વ પ્રકાશ. ૨. ગુચ્છા–નાના છોડને ગુચ્છા કહે છે. જેમકે-રીંગણી, જવાસા, તુલસી, પુંવાડીઆ, ઈત્યાદિ બહુ ભેદ છે.
૩. ગુમ્મા-કૂવાનાં ઝાડને ગુમ્મા કહે છે. જેમ કે જાઈ, જુઈ, કેતકી, કેવડો, વગેરે.
૪. લતા–જે ધરતી પર ફેલાઈને ઊંચી રહે. જેમ કે નાગલતા, આલતા, પદ્મલતા, વગેરે.
૫. વલી–વેલા અને વેલડી ચાલે છે. જેમ કે ઘસેડાને, કાકડીને, ચીભડાને, કારેલાને, કંકોડાને, તુંબડાને, તરબૂચને, વાલારને, વગેરે ઘણી જાતના વેલા હોય છે.
૬. તૃણ-(ખડ, ઘાસ) જેમ કે ધરો, ડાભ, વગેરે. ઘણી જાતનાં ઘાસ છે.
૭. વલ્લયા–જે ઝાડ ઊંચે જતાં ગોળાકાર થાય. જેમ કે સેપારી, ખારેક, ખજૂર, દાલચીની (તજ), તમાલ, નાળિયેર, એલચી, લવિંગ, તાડ, કેળ. વગેરે ઘણી જાતનાં છે.
૮. પશ્વગા-જે છોડના થડ અને ડાળમાં ગાંઠ હોય. જેમ કે શેરડી, એરડે, નેતર, વાંસ, વગેરે.
૯. કૂહણા-જે ધરતીને ફેડીને જેરથી નીકળે છે. જેમ કે મીંદડીના વેલા, કુતરાના ટોપ, વગેરે.
૧૦. જલહા–જે પાણીમાં પેદા થાય છે. જેમ કે કમળ, સિંઘાડું, કમળકાકડી, સેવાળ, વગેરે.
૧૧. ઓસહી–ચવીસ પ્રકારનાં અનાજને સહી કહે છે. એના બે. ભેદ છે. (૧) લહા (દાળ ન થાય એવાં) (૨) કઠોળ (દાળ થાય એવાં)
એમાં લહાના ચંદ ભેદ છે. ૧. ઘઉં ૨. જવ. ૩. જાર. ૪. બાજરો, ૫. કમોદ, ૬, વરી. ૭. વરટી. ૮. રાલ, ૯. કાંગણે ૧૦.. કેદરા, ૧૧, મણચી, ૧૨. મકાઈ, ૧૩. કુરી, ૧૪. અલસી