________________
૩૮૭
પ્રકરણ ૧ લુંઃ ધર્મની પ્રાપ્તિ
(૭) હેય, રેય અને ઉપાદેયના જ્ઞાતા હોય—હેય એટલે છોડવા યોગ્ય બાબત હોય તેને છેડે, ય એટલે જાણવાજોગ બાબત હોય તે જાણે અને ઉપાદેય એટલે અંગીકાર કરવા (આદરવા) જેગ બાબત હોય તે આદરે, એવો શ્રોતા હોવો જોઈએ.
(૮) નિશ્ચય અને વ્યવહારને જ્ઞાતા હોય-સાંભળવામાં તે અનેક વાતે આવે છે. એમાંથી નિશ્ચયની વાતને નિશ્ચયમાં અને વ્યવહારની બાબતને વ્યવહારમાં સમજે. વિખવાદ-કલેશ કરે નહિ, જેમકે નિશ્ચયની અપેક્ષાએ તે જીવ અધૂરે આયુષ્ય મરે નહિ. પણ વ્યવહારની અપેક્ષાએ સાત કારણે આયુષ્ય તૂટી પણ જાય. એ પ્રમાણે અપેક્ષા સમજનાર હેય.
(૯) વિનયવંત હોય–સાંભળતાં સાંભળતાં સંશય ઊપજે તે અતિ નમ્રતાપૂર્વક એને નિર્ણય કરે.
(૧૦) અવસરને જાણ હોય–જે વખતે જે ઉપદેશ ચલાવવાને અવસર હોય તે પ્રમાણે પિતે નમ્રતાથી ઉપદેશકને પ્રશ્ન પૂછી ઉપદેશ ચલાવવાને યત્ન કરે.
(૧૧) દઢ શ્રદ્ધાવંત હેય-શાસ્ત્રના અનેક સૂક્ષમ ભાવ સાંભળી ચિત્તને ડામાડોળ ન કરે અને સત્ય વચનને હૃદયમાં સરધે. કેઈ વચન સમજણમાં ન ઊતરે તે પોતાની બુદ્ધિ ઓછી છે એમ ગણે.
(૧૨) ફળમાં નિશ્ચયવંત હોય–વ્યાખ્યાન સાંભળવાથી મને જરૂર ફાયદો થશે એવો દઢ નિશ્ચય રાખે.
(૧૩) ઉત્કંઠાવાળા હોય–ભૂખ્યાને ભેજનની, તરસ્યાને પાણીની, રોગીને ઓસડની, લોભીને ધનની અને ભૂલા પડેલાને સથવારાની જેટલી ઉત્કંઠા હોય છે તેટલી ઉત્કંઠા શ્રોતાને જિનેશ્વરની વાણી શ્રવણ કરવામાં હોવી જોઈએ.
(૧૪) રસગ્રાહી હાય-જેમ સુધાતુર માણસ ઈચ્છિત વસ્તુને જોગ મળતાં પ્રેમથી તે વસ્તુ ભેગવે, તેમ જિનેશ્વરની ઉત્તમ વાણી સાંભળ