________________
૩૯૦
જૈન તવ પ્રકાશ
૯, શુદ્ધ શ્રદ્ધા ૯. શુદ્ધ શ્રદ્ધા-શાસ્ત્ર શ્રવણ કરવાનો જોગ તે મળે પણ નવમું સાધન જે “શાસ્ત્ર સાંભળી તેના પર શુદ્ધ શ્રદ્ધા બેસવી” એ મહા મુશ્કેલ છે. સાંભળ્યું તે ઘણુએ વાર, પણ પ્રભુએ કહ્યું છે તેમ “સા પરમ તુસ્ત્રા ” શ્રદ્ધા પરમ દુર્લભ છે.
જેઓ શાસ્ત્ર સાંભળવા જાય છે તેમાંના કેટલાક તે બાપદાદાના કુળની રીત છે માટે, કેટલાક પિતે જૈન કુળમાં અવતાર લીધો છે
૪. “પાષાણ (પથ્થર) જેવા’--પથ્થર ઉપર વરસાદ વરસે તા ઉપર પલળ્યો લાગે છે પણ અંદર પાણીનો જરા પણ પ્રવેશ થતો નથી, તેમ કેટલાક શ્રોતાઓ સદબોધ સાંભળતાં ભારે વૈરાગ્યભાવ દેખાડે છે છતાં દુષ્કૃત્યો કરવામાં જરા પણ ડરતા નથી; તેથી જણાય છે કે અંદર તો કઠણ પથ્થર જેવા છે.
૫. “સર્પ જેવા—જેમ સ૫ને દૂધ પાઈએ તો પણ તે દૂધનું ઝેર જ થાય છે તેમ કેટલાક શ્રોતાઓ પોતે જેની પાસેથી જ્ઞાન ગ્રહણ કર્યું તેની તથા તેના ધમની ઉત્થાપના કરવા મંડી જાય છે.
૬. “ભેંસ જેવા –જેમ પાડો પાણું પીવા ઉતરે છે ત્યારે પ્રથમ તે જ પાણીમાં પોદળો કરે છે, મૂતરે છે, અને પાણુંને ડોળું મલિન બનાવી પોતે તે પીએ છે, તેમ કેટલાક શ્રોતાઓ સભામાં આવી પ્રથમ વિકથાઓ, કદાગ્રહ, કલેશ અને વિખવાદ કરી ગડબડ મચાવી દે છે, ઉપદેશ સાં મળે છે.
૭. “તૂટેલા ઘડા જેવા–જેમ ફૂટેલા ઘડામાં પાણી રહેતું નથી. તેમ કેટલાક શ્રેતાઓ ઉપદેશ સાંભળીને ત્યાં ને ત્યાં મૂકી દે છે, તે બિલકુલ યાદ રાખતા નથી.
૮. “ડાંસ જેવા કેટલાક શ્રેતા કુવચનરૂપી ચટકે ભરી, જ્ઞાનીના દિલને દુભાવી પછી જ્ઞાન ગ્રહણ કરે છે.
૯. “જળ જેવા–જળ જેમ સારુ લોહી છેડી ખરાબ લોહી પીએ છે, તેમ કેટલાક શ્રોતાઓ સદ્દબોધને, સદ્દબોધ દેનારને અને સગુણીને છોડી દુર્ગણને તથા દુર્ગુણને ગ્રહણ કરે છે.
એ નવ જાતના શ્રોતા અધમ, પાપાચારી અને કનિષ્ઠ ગણાય.