________________
૩૯૯
પ્રકરણ ૨ જુસૂવ ધર્મ
-
જીવ તત્ત્વ
જીવ એ અનાદિ શાશ્વત પદાર્થ છે. જીવને કદી કેઈએ બનાવ્યા નથી. અર્થાત્ તે સ્વયંસિદ્ધ છે. સદાકાળ જીવિત રહે છે, તેથી તે જીવ કહેવાય છે. જેમ અગ્નિને ગુણ પ્રકાશ તે અગ્નિથી ભિન્ન રહી શકે નહિ તેમ જીવને ગુણ જ્ઞાનદર્શન તે જીવથી પૃથક ન હોય. સર્વ ભવ્ય જીવ કેવળજ્ઞાન કેવળદર્શનની સત્તાના ધારક છે. પણ જેમ વાદળાંથી આચ્છાદિત સૂર્યને પ્રકાશ દબાઈ રહે છે તેમ કમ સહિત જીવના જ્ઞાન, દર્શન ગુણ જ્ઞાનાવરણીયાદિ કર્મ પુદગલોથી ઢંકાઈ રહ્યાં છે.
વાદળાંથી ઢંકાયેલ હોવા છતાં પણ સૂર્ય રાત્રિ કે દિવસનો વિભાગ દર્શાવી શકે છે તેવી જ રીતે નિબિડ કર્મોથી આચ્છાદિત બનેલા આત્માના પણ જ્ઞાનાદિ ગુણો સર્વથા અપ્રકટ રહેતા નથી.અર્થાત્ રૌતન્યનું પ્રતિભાસન સદૈવ નિરંતર થયા જ કરે છે અને તેનાથી અતિરિક્ત જડ તત્ત્વ છે તે ચેતના રહિત છે. એટલે તેને જ્ઞાન ગુણ નથી.
વાદળાંમાંથી પસાર થઈ આવતાં સૂર્યકિરણે સમાન કેવળજ્ઞાન કેવળદર્શનનાં કિરણે તે મતિ, શ્રુત, અવધિ અને મન, પર્યવજ્ઞાન છે અને ચક્ષુ, અચલ્સ અને અવધિદર્શન છે. તે પૈકી મતિ, શ્રુતજ્ઞાન અને અચક્ષુદર્શન એ ત્રણ ઉપયોગ વિનાનો તો કોઈ પણ જીવ હોતો જ નથી. જેવી રીતે રંગીન કાચમાંથી પડતાં સૂર્યનાં કિરણે લાલ, લીલા, વગેરે રંગનાં દેખાય છે, તેવી જ રીતે મિથ્યાત્વને ઉદયથી જ્ઞાનને વિપરીત પ્રકાશ પડે છે. અને તેને જ અજ્ઞાન કહે છે.
- it *
જીવ જ્ઞાનદર્શનને ધારકહેવાથી રૌતન્ય કહેવાય છે, અને તેથી જ સુખ દુઃખને જાણે છે અને વેદે (ભગવે) છે અને દવાને કારણે તે કર્મથી બંધાય છે અને છૂટે પણ છે.
* * તમારા
*