________________
: ૩૯૮
ર્વ પ્રદેશ,
જૈન તત્વ પ્રકાશ એ જ્ઞાન તો અપાર અને અનંત છે. તેનો સંપૂર્ણ પાર તો : શ્રી કેવળજ્ઞાની પામી શકે છે અને તેઓ જ સર્વજ્ઞ છે. તે પણ પોતપોતાની શક્તિ પ્રમાણે સૌ જ્ઞાનાભ્યાસ કરી શકે છે. શક્તિ પ્રમાણે થડે કે વધારે જ્ઞાનાભ્યાસ જેઓ કરશે તેઓને ભવિષ્યમાં અનુક્રમે એટલે કેવળજ્ઞાનીની પદવી પ્રાપ્ત થશે જ.
હવે અહીં જ્ઞાનરૂપી મહાસાગરમાંથી બિંદુરૂપે જ્ઞાનની જે જે - ખાસ બાબતોની મેક્ષાભિલાષી પ્રાણીઓને આવશ્યકતા છે, તે સંક્ષેપમાં યથામતિ દર્શાવું છું. ૯ તાવ, ૭ નય, 8 નિક્ષેપ, ૪ પ્રમાણ, વગેરે ઉપયોગી બાબતોનું જ્ઞાન થવાથી પ્રાણ પોતાના આ માને કયાંથી અને કઈ રીતે સુખ મળશે તે શેધી શકશે.
| નવ તત્વ - ગાથા-લીલીવ ધંધોઝ ૪, પુન વાડો ત€T संवरो निज्जरा मोकूखो, सन्तेए तहिया नव ॥
ઉ. અ. [ ૨૮/૧૪] અર્થાતુ-૧. જીવ, ૨. અજીવ, ૩. બંધ, ૪. પુણ્ય, ૫. પાપ ૬. આશ્રવ. ૭. સંવર, ૮. નિર્જર, અને ૯ મેક્ષ, એ નવ તત્વના જ્ઞાનને જે સ્વભાવથી અર્થાત્ જ્ઞાનાવરણીય કર્મનો ક્ષપશમ થવાથી જાતિ સ્મરણાદિ જ્ઞાનને પ્રાપ્ત કરી ગુર્નાદિના ઉપદેશ વિના સ્વભાવથી જાણે અથવા ગુર્નાદિના ઉપદેશથી જાણે તે સમકિતી જાણો. તત્વને નાતા હોય તે જ સમકિતી થઈ શકે છે. અને સમકિત એ મોક્ષનું પ્રથમ પગથિયું છે. સમકિત વિના મેક્ષની પ્રાપ્તિ થતી નથી. એટલા માટે મુમુક્ષુજનોએ પ્રથમ નવ તત્વનું જ્ઞાન પ્રાપ્ત કરવું જ જોઈએ. તેથી અહીં નવ તત્વનું સ્વરૂપ નય નિક્ષેપાદિ સહિત દર્શાવવામાં આવ્યું છે.
ક આ ગાળામાં બંધતત્વ ત્રીજુ જણાવ્યું છે, અને ખરેખર બંધતત્વ ત્રીજુ જ જોઈએ. કારણ કે જીવ અને અજીવ બનેને સંબંધ થવો તે બંધ છે. હાલમાં રૂઢિની પ્રબળતાથી તે આઠમું બોલાય છે. તેથી આ ગ્રંથમાં હેકઠેકાણે આઠમું લીધું છે.