________________
પ્રકરણ ૨ જી : સૂત્ર ધર્મ
૪૦૧ ૩. ભેદ-ત્રણ સ્થાવર, અને સિદ્ધિ. ૪ ભેદ–સ્ત્રીવેદી, પુરુષવેદી, નપું. સકવેદી, અને અવેદી. પ ભેદ–નારકી, તિર્યંચ, મનુષ્ય, દેવતા અને સિદ્ધ ૬. ભેદ-એકેદ્રિય. બેઈદ્રિય, ઈતિ, ચઉરિન્દ્રિય, પદ્રિય અને અનિન્દ્રિય. ૭ ભેદ-પુર્વ કાય, અપકાય, તેઉકાય, વાઉકાય, વનસ્પતિકાય, ત્રસકાય અને અકાય. ૮ ભેદ-નારકી, તિર્યચ, તિર્યંચણી, મનુષ્ય, મનુષ્યણી, દેવતા, દેવ અને સિદ્ધ. ૯ ભેદ-નારકી, તિર્યંચ, મનુષ્ય અને દેવતા એ ચારના અપર્યાપ્ત + અને પર્યાપ્ત. મળી ૮ અને ૯ સિદ્ધ ૧૦ ભેદ-પુથ્વી, જપ, તેલ, વાઉ, વનસ્પતિ, બેઇદ્રિય, તેઈદ્રિય, ચરેિંદ્રિય પંચેંદ્રિય, ૧૦ મા સિદ્ધ. ૧૧ ભેદ-પૃથ્વી, અપ, તેજ, વાયુ, વનસ્પતિ એ ૫ સૂક્ષ્મ અને ૫ બાદર X એમ દશ અને ૧૧ મે સિદ્ધ. ૧૨ ભેદ-પૃથ્વી, અપ, તેજ, વાયુ, વનસ્પતિ, ત્રસ એ છ ને અપર્યાપ્ત અને પર્યાપ્ત મળી બાર, ૧૩ મા સિદ્ધ. ૧૪ ભેદ–નારકી, તિર્યચ, તિર્યંચણી મનુષ્ય, મનુષણી, ભવનપતિ, વાણવ્યંતર, જોતિષી અને વૈમાનિક એ ચાર દેવતા, અને ૪ તેની દેવીઓ મળી તેર અને ૧૪મા સિદ્ધ. ૧૫ ભેદ-સૂક્ષ્મ એકેદ્રિય, બાદર એકેદ્રિય, બેઈદ્રિય, તે ઈન્દ્રિય, ચઉરિન્દ્રિય, અસંજ્ઞી પંચેન્દ્રિય અને સંજ્ઞી પંચેન્દ્રિયી એ સાતના અપર્યાપ્તા અને પર્યાપ્તા મળી ચૌદ અને ૧૫ મા સિદ્ધ.
* ત્રસ એટલે હાલતા ચાલતા જીવ તે બે ઈંદ્રિયથી માંડી પાંચેઈટ્રિક સુધી અને સ્થાવર એટલે પૃથ્વીકાય વગેરે સ્થિર રહેનારા એકેન્દ્રિય જીવો.
+ આહાર, શરીર, ઈદ્રિય, શ્વાસોચ્છવાસ, ભાષા અને મન એ છ પર્યાપ્તિ છે. તેમાંથી પહેલી ત્રાગ પર્યાપ્તિ બધા જીવ બાંધે છે. બાકીની પર્યાપ્તિમાંથી જે ગતિમાં જેટલી બાંધવાની હોય તેટલી પૂરેપૂરી ન બંધાઈ રહે ત્યાં સુધી અપર્યાપ્ત કહેવાય અને જેટલી બાંધવાની છે તેટલી બાંધી લે ત્યારે પર્યાપ્યો કહેવાય.
પાંપે સુક્ષ્મ સ્થાવરકાય સંપૂર્ણ લોકમાં ઠાઠાંસ ભરી છે, તેમનું શરીર અત્યંત બારીક હોવાથી ચર્મચક્ષુવાળા જોઈ શકતા નથી અને માટી પાણી આદિ જે જોઇ શકાય છે તે બાદર કહેવાય છે.
0 જે માતાપિતાના સંયોગથી મનુષ્ય, તિર્યંચ ઉત્પન્ન થાય, દેવતાની શામાં દેવ ઉત્પન્ન થાય છે, તથા નરકની કુંભીઓમાં નારકી ઉત્પન્ન થાય છે તે સંજ્ઞી જીવ. તે સિવાયના બધા સમૂર્ણિમ જીવ, જે મનુષ્ય તિર્યંચમાં ઉત્પન્ન થાય છે તે અસંજ્ઞી જીવ જાણવા. સંજ્ઞીને મન હોય છે; અસંજ્ઞીને મન હોતું નથી.