________________
૩૯૬
જૈન તત્વ પ્રકાશ ખરું સુખ પ્રાપ્ત થયું નહિ. જેને જેને મેં સુખ ગયું તે તે આવતી કાલે દુઃખ થઈને ઊભું રહે છે, તો હવે પછીની ઉંમરમાં એના એ જ સંસારમાં સુખ કયાંથી મળે? માટે કઈ એવી કરણી છે કે જેથી મને દુર્ગતિ અને દુઃખ પ્રાપ્ત થાય જ નહિ? શુભ કર્મોનાં ફળ શુભ છે અને અશુભ કર્મોનાં ફળ અશુભ છે, એ પણ મેં સારી રીતે જાણ્યું. માટે મારે હવે અશુભ કર્મોનો ત્યાગ કરી શુભ કરણી સાધવા માંડવું જોઈએ. તે વિના સત્ય સુખની પ્રાપ્તિ કેઈને થઈ નથી અને મને પણ નહિ થાય. એમ વિચારી સંવરકરણની સેવા કરે. એવી રીતે દસમું સાધન “ધમ કરણીની યથાતથ્ય ફરસના” હોવી તે અતિશય કઠિન છે.
અહો ભવ્ય ગણે ! એ દસ સાધને ઉપરથી આપ સૌ આપના મનમાં દીર્ઘદ્રષ્ટિથી વિચાર કરો કે સદ્ધર્મની પ્રાપ્તિ કેટલી બધી મુશ્કેલ છે! મહાન પુણ્યના ઉદયને લીધે હાલ એમાંનાં આઠ સાધનની પ્રાપ્તિ થઈ છે એમ વિચાર કરશે તે જણાશે. અને હવે છેલ્લાં બે સાધને શ્રદ્ધા અને સ્પર્શના આ બે જ મેળવવાં બાકી છે. અને હવે બન્ને સાથને મળી જાય તે એ દસ સાધનનો ઉપયોગ શ્રી વીતરાગ પ્રણીત ધર્મ કરવામાં કરી મનુષ્યજન્મ સાર્થક કરવો જોઈએ, એવી મારી અતિ નમ્ર વિનંતિ છે.
મનહર-(દસ મહાન લાભની પ્રાપ્તિ વિષે). પામ્યો નર દેહ ભાઈ, આર્ય ક્ષેત્ર સુખદાઈ ઊંચા કુળની વધાઈ, આયુ પૂર્ણ પમિ, પાંચ ઈદ્રિ પૂરી ખરી, કાયા તે નીરોગી ધરી, લક્ષ્મી બેગ પ્રાપ્તિ ભલી, સાધુ સંગ પામિય; સૂત્ર તણે જોગવાઈ, શ્રદ્ધામાં કર સવાઈ, કરણ કરે ધરાઈ,પૂર્ણ લાભ પામિયે; “અમેલ” એ બેલ દસ, મળે સદભાગ્ય વશ;
કર્મદળ બાળ બસ, મોક્ષગતિ પામિ. ઈતિ પરમ પૂજ્ય શ્રી કાનજી ઋષિના સંપ્રદાયના બાલબ્રહ્મચારી અમોલખઋષિજી વિરચિત શ્રી “ જેન તત્વ પ્રકાશ” ગ્રંથના દ્વિતીય ખંડનું ધારિત ” નામક પ્રથમ પ્રકરણ સમાપ્ત.