________________
પ્રકરણ ૧ લું: ધર્મની પ્રાપ્તિ
૩૮૯
એટલા ર૧ ગુણે શ્રોતામાં હોય તે યથાતથ્ય જ્ઞાન મેળવી પિતાના આત્માને તારે. ધર્મ પ્રાપ્ત કરે; માટે સદ્દગુરુના સમાગમ સમયે એ શ્રોતા બનીને શાસ્ત્ર સાંભળવું ઘણું મુશ્કેલ છે .
* સુદૃષ્ટતરંગિણી નામના દિગંબર આમ્નાય (મત) ના ગ્રંથમાં શ્રેતાના આઠ ગુણ વર્ણવ્યા છે. ગાથા-વીંછી સવળ નg, ઘર, સન્ન પુતિ જશે
णिचय एव सुमेवो, सोतागुण एव सुगासिवदे ॥ અર્થ :– (૧) ધર્મની અને જ્ઞાનની વાંછા (ચાહના) વાળા. (૨) એકાગ્રતાથી સાંભળનારો, (૩) ગ્રહણ કરવા યોગ્ય ઉપદેશને યથાશક્તિ ગ્રહણ કરે એવો, (૪) ગ્રહણ કરેલી બાબતને લાંબા કાળ સુધી ધારણ કરી રાખે છે, (૫) ધારેલી બાબતનું વારંવાર સ્મરણ કરે એવો, (૬) સંશય ઊપજે તો તરત પૂછીને નિર્ણય કરે એવો, (૭) જ્યાં લગી પૂરો ખુલાસો ન થાય ત્યાં લગી પૂછપૂછ કર્યા કરે એ , (૮) જે વાતને સંવાદ કરે અગર શ્રવણ કરે તેને નિશ્ચય કરે એવો,
એવા ૮ ગુણ શ્રેતામાં હોવા જોઈએ. શ્રી નંદી સૂત્રમાં ૧૪ પ્રકારના શ્રોતા કહ્યા છે.
૧. “ચાળણી જેવા –જેમ ચારણું સારું સારું અનાજ છોડી પોતાનામાં અસાર (ફોતરાં, તણખલાં, કાંકરા, વગેરે) પદાર્થ ધરી રાખે છે. તે પ્રમાણે કેટલાક શ્રોતાઓ સાધ શ્રવણ કરી તેમાંથી સાર વસ્તુ, ગુણગ્રાહકપણું છોડી અસાર વસ્તુ અગર અવગુણને જ પકડે છે.
૨. “માર જેવા ”-જેમ માંજાર એટલે બિલાડી, દૂધને પ્રથમ જમીન ઉપર ઢોળી નાખે પછી જમીન પરથી તે દૂધ ચાટી ચાટીને પીએ છે એમ કેટલાક શ્રેતાઓ પ્રથમ વક્તાનું મન દુઃખાવી પછી ઉપદેશ શ્રવણ કરે છે.
૩. “બગલા જેવા–જેમ બગલા ઉપરથી ધોળા મજાના લાગે છે પણ અંદર કપટ રાખે છે કે ક્યારે માછલાને પકડી લઉં તેમ કેટલાક શ્રેતા ઉપરથી તે વક્તાની ભક્તિ કરે છે પણ અંત:કરણ બગલાના જેવું મલિન હોય છે. જેણે જ્ઞાન શ્રવણ કરાવ્યું એની જ સાથે દગો કરે છે.