________________
પ્રકરણ ૧ લુંઃ ધર્મની પ્રાપ્તિ
૩૯૩ વસંત ઋતુ બેઠી છતાં કેરડાનાં ઝાડને પાંદડાં ન આવે તે તેમાં વસંત ઋતુને શે દોષ? જાજવલ્યમાન સૂર્યને પ્રકાશ છતાં દિવસે ઘુવડ ન દેખે તે તેમાં સૂર્યને શે દોષ? વરસાદ ખૂબ વરસ્ય છતાં ચાતક પક્ષીના મુખમાં પાણીનું ટીપું ન પડે તે તેમાં વરસાદને શો દોષ?
એ પ્રમાણે જે જીવ ભારે કમી છે, જેના ભાગ્યમાં અજ્ઞાન અને મિથ્યાત્વ જ લખ્યું છે તેને સદગુરુ ઉપદેશ આપે છતાં સુધરે નહિ, તેમ જ ધર્મ પર શ્રદ્ધા ન રાખે તો તેમાં ગુરૂ શું કરે? તેમ, તેના કાન પણ શું કરે ?
જેને કર્મની બહોળતા છે, તેને ગમે તેટલું બધ આપવા છતાં સુધરશે જ નહિ. કેરડું મગને હજારો મણ લાકડાં બાળી, પાણીમાં બાફતાં તે બફાતા નથી અને એવા ને એવા રહે છે, તેમ અભવ્ય તથા ભારેકમી જીવોનું સમજવું દેહરો-ચાર કેસકા માંડલા, વે વાણી કે ધેરે,
ભારે કમી જીવડા, વહાં ભી રહ ગયે કેરે. ગાયના આંચળમાં ઈતરડી નામે જીવડું ચોટે છે. તે એક ચામડી જેટલે આંતરે આંચળમાં મજાનું દૂધ ભર્યું છે, છતાં તે છોડી લેહીને જ ચૂસે છે તેમ ભારે કમી છ સદગુરુના સાઘને શ્રવણ કરી તેમાંથી સારી વસ્તુ છેડી અસારને જ ગ્રહણ કરે છે અને નિંદા કરે છે કે, શું સાંભળીએ? સાધુ તો પિતાની જ વાત લઈને બેઠા છે. દયા પાળે, સત્ય બેલ વગેરે, પણ એવી રીતે ચાલનાર આજ છે કેણ ? નિંદાર માણસે જાણવું જોઈએ કે –
ઘરે વારે નિધનાનિ, યોગને રસશ્વ !
भाग्यहीना न पश्यन्ति, बहुरत्ना वसुंधरा ॥ અત્યારે પણ છતી રિદ્ધિના ત્યાગી, મહા વૈરાગી, પંડિત, તપસ્વી, કિયાપાત્ર એવા એવા અનેક ગુણધારક સાધુ સાધ્વીઓ પૃથ્વીને શાભાવી રહ્યાં છે, તેમ જ દયાવંત, દાનવંત, દયાધમ, અલ્પારંભી, અલ્પ