________________
૩૮૫
પ્રકરણ ૧ લુંઃ ધમની પ્રાપ્તિ કરીને લીધી હોય તેમ જ તેને ઘણી સંભાળથી સાચવી હોય તે પણ તેનો નાશ થાય છે. વળી, તેવી વસ્તુ સુખ દેનારી હોય છતાં દુઃખ આપનારી પણ નીવડે છે.
હવે ધર્મ જેવી વસ્તુ તો સદા સુખ જ આપનારી છે, તેમ કોઈ દિવસ તેને વિનાશ પણ થતો નથી. તેની તે પૂર્ણ પરીક્ષા કરવી જોઈએ. એમાં કોઈ શક નથી, છતાં ધર્મની પરીક્ષા કરનારા માણસે ઘણુ જ થોડા દેખાય છે. એક કાવ્યમાં કહ્યું છે કે –
अक अको पीछे चले, रस्ता न कोई सूजता । अंधे फसे सब घोरमें, कहांतक पुकारे सूझता ॥ बडा उट आगे हुवा, पीछे हुई कतार ।
सब हि डूबे बापडे, बडे उटके लार ॥
એ પ્રમાણે દુનિયામાં અંધાધૂંધી અને આંધળાની હાર ચાલી રહી છે. અનાદિ કાળથી એવી જ રચના ચાલી આવે છે.
કેટલાક વળી એમ કહે છે કે અમારા બાપદાદાને ધર્મ પરંપરાથી અમારા ઘરમાં પળાતે આવે તે અમે શી રીતે છોડીએ? પરંતુ એને એટલું પૂછીએ કે, ભાઈ ! તમારા બાપદાદા તે ગરીબ હતા. છતાં તમે શા માટે પૈસાદાર થયા ? શું અત્યારે પૈસે છે તે ફેકી તેમના જેવા ગરીબ થશે ? તમારા બાપદાદા તો આંધળા, લંગડા, કાણું અને બહેરા હતા, તો તમે પણ તમારું અંગ ભંગ કરી તેવા. થશે ?” એવી રીતે કહીએ છીએ ત્યારે તેઓને ખરાબ લાગે છે અને ના પાડે છે. ત્યારે શું ઉત્તમ ધર્મને સ્વીકાર કરવામાં બાપદાદા આડા આવે છે ? કે ના પાડવા આવે છે?
ખરી રીતે, શ્રોતાઓએ ધર્મમાર્ગ વિષે જરા પણ પક્ષપાત રાખ્યા વિના તપાસ કરવી જોઈએ. જેમ સોનાની પરીક્ષા કરવા સારા તેને કસવું, કાપવું, તપાવવું તથા ટીપવું પડે છે અને તે પછી તે ગ્રહણ ૨૫