________________
જૈન તત્ત્વ પ્રકા
સાંભળે કે અમુક કામથી પાપ લાગે તેા બનશે ત્યાં લગી તે કામ તે નહિ કરે. કદાપિ ઘણી જરૂર પડી ને તે પાપકારી કામ કરવું પડયું તે પાપના ડરથી થેાડામાં પૂરું કરશે અને પાપથી ડરતા રહેશે. એમ કરતાં કરતાં એક દિવસે પાપને પણ છેાડી દેશે.
૩૮૪
કેટલાક વળી એમ પણ કહે છે કે, ધર્મશાસ્ત્રોના શ્રવણમાં અમને સમજણ નથી પડતી. તેથી સાંભળીને શું કરવું! એના ઉત્તર એ છે કે કેાઈને સર્પ અગર વીંછી કરડે છે ત્યારે તેનું ઝેર ઉતારવા સારુ. મ'ત્રવાદી તેની સામે બેસી મંત્ર ભણે છે. ઝેરથી પિડાતા માણસને એ. મત્રાની કોઈ સમજણ પડતી નથી, છતાં ઝેર તા ઊતરે છે. એવી રીતે સૂત્ર સાંભળવાથી પેાતાનાં પાપા એછાં થશે. સાંભળતાં સાંભળતાં સમજણ પડવા લાગશે, એમ સાંભળવાથી અવશ્ય લાભ થશે જ.
કહ્યું છે કે :
सोच्चा जाणइ कल्लाणं, सोच्चा जाणइ पावगं ॥ उभयंऽपि जाणइ सोच्चा, जं सेयं तं समायरे ॥
[દશ.૪-૧૧
અથ—શાસ્ત્ર શ્રવણુ કરશે તેા જાણશે કે અમુક કામેાથી પુણ્ય થાય છે, અને અમુક કામોથી પાપ થાય છે. પુણ્ય-પાપથી અનુક્રમે સુખ અને દુઃખ થાય છે. એ બંનેનાં ફળ જાણી જે શ્રેયકારી માલૂમ પડે તેના સ્વીકાર કરશે. એટલા માટે અવશ્ય સદ્ગુરુના ઉપદેશ સાંભળવા જોઈ એ.
શ્રોતાના ગુણા
(૧) ધર્મની ખાસ પરીક્ષા હાય. જેમ કાઇને અમુક સારી વસ્તુની પસંદગી કરવી હાય તેા તે વસ્તુની કેટલીય રીતે પરીક્ષા કરે છે, જેમ કે એક પૈસાના માટીના ઘડા લેવા હાય તા પણ તેને ઊંચે નીચે અંદર તપાસીને લે છે. વળી, ઘરેણાંને તપાવીને પરીક્ષા કરે છે. લૂગડાનું પેાત અને કુમાશ જોઈ પરીક્ષા કરે છે. ઇત્યાદિ સર્વ વસ્તુઓ જુદી જુદી રીતે પરીક્ષા કરી લેવાય છે. એવી નાશવંત વસ્તુઓ ભલે પરીક્ષા