________________
૩૮૨
જેન તત્વ પ્રકાશ અર્થ-સાધુના સમાગમે પ્રથમ જ્ઞાન સાંભળવા જોગ બને. (૨) જે સાંભળે તેને અવશ્ય જ્ઞાન પ્રાપ્ત થશે. (૩) જ્ઞાન મેળવ્યા પછી વિજ્ઞાન ( વિશેષ જ્ઞાન) થવું એ સ્વાભાવિક છે. (૪) જ્ઞાન થતાં સુકૃત અને દુષ્કતનાં ફળનો જ્ઞાતા થાય, તેથી દુષ્કતનાં પચ્ચખાણ કરે. (૫) દુષ્કતનાં પચ્ચખાણ થવાથી સંયમ (આસવનું રૂંધન કર્યું માટે) થે. (૬) આસવનું રૂંધન કર્યું એટલે તીર્થંકરની આજ્ઞાને આરાધક થયા(૭) આસવનું રૂંધન કર્યું અને તીર્થકરની આજ્ઞાને આરાધી તે તપ છે. (૮) એ તપના પ્રભાવે કર્મ કપાય છે. (૯) કર્મ કપાયાથી અકિયાવંત એટલે અજોગી અને સર્વ પાપથી રહિત થાય છે. (૧૦) સર્વ પાપથી રહિત થાય તેને મિક્ષપ્રાપ્તિ એટલે સિદ્ધગતિ છે. એ પ્રમાણે સાધુના સંગ અને દર્શનથી મોટા મોટા લાભ થાય છે.
૮, શાસ્ત્રશ્રવણ ૮. શાસ્ત્રશ્રવણ–સદુપદેશ એટલે સત્વક્તાને જેગ પ્રાપ્ત થયે, પણ આત્માનું કલ્યાણ ન થાય. કારણ કે શાસ્ત્ર શ્રવણ કરવું એ આઠમું સાધન ઘણું મુશ્કેલ છે. આ દુનિયામાં ધર્મશાસ્ત્ર શ્રવણ કરવામાં રુચિ રાખનારા બહુ જ થોડા હોય છે.
કેઈ કહે કે ભાઈ! સાધુ મહારાજ પધાર્યા છે, વ્યાખ્યાન વાંચે છે, સાંભળવા વાસ્તે ચાલે. તેને ઉત્તર સામે માણસ એ આપે કે, સાધુ તે નવરા છે ! એમને એ વિના બીજું કામ જ નથી ! આપણી પાછળ તે બાળબચ્ચાં, ઘરબાર, ધંધે, વગેરે અનેક ઉપાધિ લાગી છે. શું આપણે સંસાર છેડી બાવા થવું છે કે વખાણવાણી સાંભળ્યા કરીએ !
એવામાં કઈ બીજે માણસ આવીને કહે કે, આજ નવીન પ્રકારનું નાટક આવ્યું છે. એ સાંભળતાં તરત પૂછશે કે કેનું નાટક છે? ટિકિટને શો ભાવ છે ? આજ શાનો ખેલ છે? મહેરબાની કરીને અમને સાથે લઈ જશે?