________________
૩ર૬
જેન તત્વ પ્રકાશ (૧૧) “ગૃહપાત્ર–ગૃહસ્થનાં પાત્ર, થાળી, કટોરા, આદિમાં ભોજન કરે તે અનાચરણ.
(૧૨) “રાજપિંડ”—ચકવતી આદિ રાજાઓને માટે બનાવેલ બલિષ્ટ આહાર ભેગવે તે અનાચરણ.
(૧૩) “કમિરિછક ”-દાનશાળા, સદાવ્રતની જગા વગેરે સ્થળેથી. આહાર લે તો અનાચરણ.
(૧૪) “સંબોહન”-કારણ વગર શરીરે તેલ વગેરે + ચોળે. કિંવા માથામાં તેલ નાંખે તે અનાચરણ.
(૧૫) “દંતધાવન”—રાખ, મંજન આદિ દાંતની ક શોભાને. માટે ઘસે તે અનાચરણ.
(૧૬) સંપ્રશ્ન-ગૃહસ્થને કે અસંયતિને સુખશાતા પૂછે તે અનાચરણ.
(૧૭) “ દેહ પ્રલોચન –કાચ, પાણી, વગેરેમાં પોતાનો ચહેરો જુએ તે અનાચરણ.
(૧૮) “અષ્ટાપદ–જુગાર રમે તથા અષ્ટાંગ નિમિત્ત પ્રકાશે તે અનાચરણ.
' (૧૯) “નાલિક”—ચોપાટ, ગંજીપો, શેતરંજ, આદિ રેમે તે અનાચરણ.
(૨૦) “છત્ર’–છત્ર ધારણ કરે તે અનાચરણ.
(૨૧) “તિગિરછ ”—વિના કારણ બલવૃદ્ધિ આદિને માટે ઔષધ લે તે અનાચરણ.
* રોગાદિ કારણે તેલ ચાળે તો હરકત નહિ.
૪ દાંતમાં રસી વગેરે રોગ થો હોય તેવા પ્રસંગે ઓષધિ તરીકે વાપરે તો હરકત નહિ.