________________
૩૪૬
જૈન તત્ત્વ પ્રકાશ
પડયા રહેતા. અને સૂર્ય ઉદય થવા ટાણે સૌ શિયાળ જતાં રહેતાં તેથી પિતાને ઠેકાણે (પેલા સરોવરમાં) પહેાંચી સુખી થતા. પણ કેટલાક કાચબાઓ, ઉતાવળા થઈ શિયાળિયાં જતાં રહ્યાં છે કે નડિ તે જેવા ઢાલની બહાર માથું કાઢતા કે તરત જ સંતાઈ બેઠેલાં પાપી શિયાળિયાં તેમનું શરીર ખેંચી તેડી મારીને ખાઈ જતાં. એ પ્રમાણે. સાધુ પાંચ ઇન્દ્રિયને જ્ઞાનરૂપી ઢાલ નીચે આખી જિંદગી દબાવી રાખે છે. સ્ત્રી, આહાર, વગેરે ભેગરૂપી શિયાળના કબજામાં આવી પડતા નથી અને છેવટે શાંતિથી આયુષ્ય પૂર્ણ કરી મેક્ષરૂપી. સરોવરમાં સમાઈ સુખી થાય છે.
૭. “પદ્મ કમળ ઈવ”-જેમ પદ્મ કમળ કાદવમાં પેદા થાય, છે, પાણીમાં વૃદ્ધિ પામે છે, છતાં પાણીથી અસંગ રહે છે, લેખાતું નથી, તેમ સાધુ સંસારમાં ઉત્પન્ન થયા, મોટા થયા, પણ ત્યાગી થયા પછી સંસારના ભેગમાં લેપાતા નથી.
૮. “ગગણ ઈવ”—જેમ આકાશને કઈ થાંભલે નથી, નિરાધાર છતાં આબાદ ટકી રહેલ છે તેમ સાધુ કેઈના આશ્રય વિના રહી આનદથી સંયમરૂપી જીવતર વ્યતીત કરે છે.
૯“વાયુ દવ ”-વાયુ જેમ એક ઠેકાણે રહે નહિ તેમ સાધુ વિચર્યા કરે છે.
૧૦. “ચંદ્ર ઈવ”—ચંદ્રમાની પેઠે સાધુ સદા નિર્મળ ને ઉજવળ હૃદયવાળા અને શીતળ સ્વભાવી હોય છે.
૧૧. “આઈચ્ચ ઈવ' જેમ સૂર્ય અંધકારને નાશ કરે છે તેમ. સાધુ મિથ્યાત્વરૂપી અંધકારને નાશ કરે છે.
૧૨, “સમુદ્ર ઈવ”-જેમ સમુદ્રમાં અનેક નદીઓનું પાણી આવે છે, છતાં છલકાતું નથી–મર્યાદા ઓળંગતે નથી, તેમ સાધુ સર્વનાં શુભ-- અશુભ વચને સહે, પણ કેપ ન કરે.