________________
૩૬૪
જેન તત્વ પ્રકાશ
બેઈદ્રિય, તેઈદ્રિય અને ચીરંદ્રિય જીને વિકસેંદ્રિય જી કહેવામાં આવે છે. એ ત્રણ વિકસેંદ્રિય જીવોમાં જન્મ મરણ કરીને એકસાથે સંખ્યાને કાળ કાઢયે.
+ ત્યાંથી અનંતી પુણ્યવૃદ્ધિ થઈ તેથી “અસંજ્ઞી તિર્યંચ પચંદ્રિય” થયે. અને ત્યાંથી પણ અનંત પુણ્યની વૃદ્ધિ થઈ ત્યારે “સંજ્ઞી તિર્યંચ પંચેદ્રિય” થયે. એ અસંસી અને સંજ્ઞી તિર્યંચ પંચેન્દ્રિયની ચાર લાખ જાતિ છે અને ૫ ભેદ છે.
તે પાંચ ભેદ વર્ણવે છે.
(૧) “જળચર” (પાણીમાં રહેનારા મરછ, કાચબા, વગેરે જીવો) એનાં સાડાબાર લાખ ક્રોડ કુળ છે. સંજ્ઞી, અસંજ્ઞી બંને જાતના જળચર જીનું ઉત્કૃષ્ટ આયુષ્ય કોડ પૂર્વનું છે.
(૨) થળચર (પૃથ્વી ઉપર ચાલનારાં ગાય, ઘોડા, વગેરે પ્રાણી) એનાં દસ લાખ કેડ કુળ છે. અસંસી થળચરનું ઉત્કૃષ્ટ આયુષ્ય ચોરાસી હજાર વર્ષનું અને સંજ્ઞીનું ઉત્કૃષ્ટ આયુષ્ય ત્રણ પલ્યનું છે.
(3) “બેચર” (આકાશમાં ઊડનાર કબૂતર, પોપટ, વગેરે પક્ષી) એનાં બાર લાખ કોડ કુળ છે. અસંસી ખેચરનું ઉત્કૃષ્ટ આયુષ્ય તેર હજાર વર્ષનું અને સંજ્ઞી ખેચરનું ઉત્કૃષ્ટ આયુષ્ય પલ્યને અસંખ્યાત ભાગ છે.
(૪) “ઉપર” (પેટ પર ચાલનારાં સાપ, અજગર, વગેરે પ્રાણી, એનાં દસ લાખ કોડ કુળ છે. અસંજ્ઞી ઉપરનું ઉત્કૃષ્ટ આયુષ્ય ત્રેપન હજાર વર્ષનું અને સંજ્ઞી ઉપરનું ઉત્કૃષ્ટ આયુષ્ય કોડ પૂર્વનું છે.
(૫) “ભુજપર” (ભુજાના જોરથી ચાલનાર ઉંદર વગેરે પ્રાણીઓ), એનાં નવ લાખ કોડ કુળ છે. અસંજ્ઞી ભુજપરનું ઉત્કૃષ્ટ આયુષ્ય બેંતાળીસ હજાર વર્ષનું અને સંજ્ઞી ભુજપરનું ઉત્કૃષ્ટ આયુષ્ય કોડ પૂર્વનું છે.
+ નિગેદથી માંડીને અસંસી તિર્યંચ પચેંદ્રિયપણે ઊપજે ત્યાં લગી છે, પરવશપણે ભૂખ, તરસ, ટાઢ, તાપ, છેદન, વગેરે ઘણું દુઃખો સહન કરતી વખતે “અકામનિર્જરા” થાય છે, તે પણ પુણ્યવૃદ્ધિનું કારણ છે.