________________
પ્રકરણ ૧ લુંઃ ધર્મની પ્રાપ્તિ
૩૭૯ ૫. “ક્ષમાવત’–ક્રોધી હશે તે પોતાના દુર્ગુણથી ડરશે અને તેથી ક્ષમા વગેરે ધર્મની યથાતથ્ય સ્થાપના કરવી જોઈએ તેવી પ્રરૂપણું નહિ કરી શકે. વળી કઈ વખત ક્રોધ કરતાં રંગમાં ભંગ કરી નાખશે; માટે ઉપદેશક (વક્તા) ક્ષમાવંત હોવા જોઈએ.
દ. “નિરભિમાની”-વિનયવંતની બુદ્ધિ ઘણી પ્રબળ રહે છે અને તેથી યથાતથ્ય ઉપદેશ કરી શકે છે. અભિમાની સત્યાસત્યને વિચાર કરતો નથી. પોતાની બેટી વાતને અનેક કહેતુ ઉપજાવીને સિદ્ધ કરશે અને બીજાની વાતને ઉત્થાપશે.
૭. “નિષ્કપટી”—સરળ હોય તે જ યથાતથ્ય ઉપદેશ કરી શકે છે. કપટી હોય તે તે પોતાને દુર્ગણ છુપાવવા માટે ખરી વાતને ફેરવી નાખશે.
૮. “ નિર્લોભી ”—નિર્લોભી ઉપદેશક હંમેશાં બેપરવા રહે છે. રાજા અને રંક સૌને એકસરખે સત્ય ઉપદેશ કરી શકે છે.ઝ પણ
* દષ્ટાંત-કઈ લેબી અને લાલચુ પંડિત એક મલેછરાજની સભામાં અજાણપણાથી બેલી ઊઠયે, શ્લેક :- “તિરાપ માવંતુ, જે માંa મતિ
ते नरा नरक गच्छन्ति, यावच्चंद्रदिवाकरौ ॥" અર્થાત-જે માણસ તલ કે સરસવના દાણુ જેટલું પણ માંસ ખાશે તે નરકગતિમાં જશે અને જ્યાં લગી સૂર્ય ચંદ્ર રહેશે ત્યાં લગી મહા દુઃખ પામશે.
પંડિતને કલેક સાંભળી રાજા બોલ્યો, અમે તે પેટ ભરીને માંસ ખાઈએ છીએ, પણ તલ ને સરસવના દાણા જેટલું ખાતા નથી, તે અમારી શી ગતિ થશે ?
પંડિત બોલ્યા કે, આપ તે વૈકુંઠમાં જશે. કારણ કે શ્લેકમાં તે તલ જેટલું માંસ ખાનારને નરક ગતિ કહેલી છે, પણ પેટ ભરીને જે ખાશે અને પિતાના આત્મદેવને સંતોષ ઉપજાવશે તેને તે સ્વર્ગ મળશે. આ તરફ નરક કુંડ છે અને પેલી તરફ રવર્ગ કુંડ છે. પેટ ભરીને ખાનાર જોરથી ઇલંગ મારશે તો સ્વર્ગમાં જઈ પહોંચશે. જુઓ આ લેભી પંડિતને ઉપદેશ !