________________
३१२
જેન તત્ત્વ પ્રકાશ
એ બાદર એકે દ્રિયના પાંચ ભેદ છે. (૧) પૃથ્વીકાય (માટી) એની ૭ લાખ જાતિ + છે અને બાર લાખ કરોડ કુળ છે. પૃથ્વીના જીવોનું ઉત્કૃષ્ટ આયુષ્ય બાવીસ હજાર વર્ષનું છે. (૨) અપકાય-(પાણી) એની સાત લાખ જાતિ છે. સાત લાખ ક્રેડ કુળ છે. એનું ઉત્કૃષ્ટ આયુષ્ય સાત હજાર એમ કે એક આકાશ પ્રદેશ ઉપર અનંત પરમાણુ દ્રવ્ય છે તે પરમાણુઓમાંથી એક એક પરમાણુને એક એક સમયે કાઢીએ તે અનંત કાળચક્રના સમયે વીતી જાય છતાં એક આકાશ પ્રદેશમાંનાં પરમાણું દ્રવ્ય ખૂટે નહિ; એટલાં પરમાણુઓ એક આકાશ પ્રદેશ પર છે. એ પ્રમાણે લેકના સર્વ આકાશ પ્રદેશ પર છે એમ જાણવું.
(૪) દ્રવ્યથી ભાવ અનંતગણે સૂક્ષ્મ છે, કારણ કે એક આકાશ પ્રદેશ પર અનંતા પરમાણુઓ છે અને તે અનંતા પરમાણુઓના અનંતા પર્યાય છે. એક પરમાણુમાં જેમકે એક વર્ણ, એક ગંધ, એક રસ અને બે સ્પર્શ છે.
વળી, વર્ણ વર્ણમાં ફેર છે. કોઈ એક ગુણ કાળે, કે ઈ બે ગુણ કાળે એમ લેતાં કોઈ અનંત ગુણ કાળો પરમાણુ હોય છે. એ પ્રમાણે પાંચે વર્ણ, બે ગંધ, પાંચ રસ ને ચાર સ્પર્શનું સમજવું. વળી, એક આકાશ પ્રદેશ પર બેપ્રદેશી પુદગળ સ્કંધ, એમ ગણતાં અનંત પ્રદેશી પુગળસ્કંધ પણ હોય તે તે દરેક સ્કંધના વર્ણ, ગંધ, રસ ને સ્પર્શના અનંત ભેદો થાય.
હવે આકાશ પ્રદેશ પર રહેલા પુદગલ દ્રવ્યના ભાવના અનંતાનંત પર્યાય. થયા. તેમાંના સમયે સમયે એકેક પર્યાય કાઢતાં અનંતા કાળચકના સમય વીતી જાય છતાં એક આકાશ પ્રદેશ પર જે અનંતા પરમાણુઓ છૂટા છે તેના પર્યાય ખૂટે નહિ; તો પછી દ્રિ પ્રદેશી પુદગલ ધ, ત્રિદેશી પુગળ, વગેરેના પોય કાઢવાનું તે ક્યાં રહ્યું ?
એ પ્રમાણે લેકમાંના અસંખ્યાત આકાશ પ્રદેશ ઉપર વર્ણાદિક ભાવના અનંતાનંત પર્યાય જાણવા, એ પ્રમાણે કાળથી સૂક્ષ્મ ક્ષેત્ર, ક્ષેત્રથી સૂક્ષ્મ પરમાણુ પુદગલ દ્રવ્ય, અને પરમાણુ પુદગળ દ્રવ્યથી ભાવ દ્રવ્ય સૂક્ષ્મ છે. વળી, સ્થૂળ દષ્ટાંત-કાળ ચણા પ્રમાણે, ક્ષેત્ર જુવારના દાણા પ્રમાણે, પુદ્ગળ દ્રવ્ય બાજરાના દાણું પ્રમાણે અને ભાવે ખસખસના દાણા પ્રમાણે છે.
+ જાતિનું પ્રમાણ એવી રીતે છે કે–પૃથ્વીકાયના મૂળ પ્રકાર, એને પાંચ વર્ણ, બે ગંધ, પાંચ રસ, આઠ સ્પર્શ અને પાંચ સંડાણથી અનુક્રમે ગુણતાં ૩૫૦૪૫૪૨૪૫૪૮૪=૭૦ ૦૦૦૦ (સાત લાખ) જાતિ પૃથ્વીકાયની થઈ એ પ્રમાણે અપકાય, તેઉકાય અને વાયુકાયનું સમજવું.
વનસ્પતિના મૂળ પ્રકાર ૧૨૦૦ છે. તેને પૃથ્વીકાયની પેઠે અનુક્રમે ગુણતાં ૧૨૦૦૪પ૪૨૫૪૮૫-૨૪,૦૦,૦૦૦ (વીસ લાખ) જાતિ થઈ એ પ્રમાણે