________________
પ્રકરણ ૧ લુ : ધર્મની પ્રાપ્તિ
૩૬૧ પુદૂગળને એમ અનંત ગુણ કાળા પુદ્ગળ અનુક્રમે ફરતાં ફરતાં વચમાં બીજા વર્ણ, ગંધાદિકનાં પુદ્ગળ ફરસી લે તે ચાલી આવતી ફરસના ગણતરીમાં ન લેવાય અને ફરી પહેલેથી ફરસના શરૂ કરવી. એ પ્રમાણે વીસે બેલ પહેલેથી છેલ્લે અનુક્રમે ફરસે તે તેને ભાવથી સૂમ પુદ્દગળ પરાવર્તન કહે છે.
એ આઠ પ્રકારે પરાવર્તન કરતાં એક પુદ્ગળ પરાવર્તન થયું, એવાં એવાં અનંત પુદગળ પરાવર્તન આ સંસારમાં જીવે કર્યા છે.
પુદગળ પરાવર્તન વિષેના સૂતમ જ્ઞાન ઉપર દીર્ઘ દૃષ્ટિથી વિચાર કરવો કે હે જીવ! જન્મી જન્મને અને મરી મરીને આ સંસાર અનંતી વાર પૂરો કર્યો ! એવી રીતે પરિભ્રમણ કરતાં કરતાં અનંત ભેદે અનંતા પુણ્યને ઉદય થયો ત્યારે સર્વે પરિભ્રમણ મટાડનાર મનુષ્યદેહ માંડ માંડ પ્રાપ્ત થયો છે.*
૧. મનુષ્યભવ ૧. મનુષ્ય દેહની પ્રાપ્તિ-અનંત પુણ્યની વૃદ્ધિ થાય ત્યારે મનુષ્ય જન્મ મળે છે. જે પ્રથમ તે અવ્યવહાર રાશિમાં એટલે નિગોદમાં જન્મ મરણ કરી અનંતકાળ કાઢયો. અનંત પુણ્યની વૃદ્ધિ થઈ ત્યારે ત્યાંથી નીકળી વ્યવહાર રાશિમાં બાદર એકેદ્રિયપણે ઊપો .
+ કાળ સૌથી બાદર દ્રવ્ય છે. તેનું દષ્ટાંત-(૧) જેમ ઘણાં પાનની થિકડીમાં કોઈ મહા પરાક્રમી પુરુષ જોરથી સોય ઘચે તે સમયને એક પાનને વીંધી બીજા પાન લગી પહોંચતાં અસંખ્યાતા સમય જેટલે કાળ વીતી જાય. | (૨) સમય કરતાં આકાશ ક્ષેત્રને પ્રદેશ અસંખ્યાત ગણે સૂક્ષ્મ છે. કારણ કે એક આંગૂલ જેટલા ભાગમાં અસંખ્યાતા આકાશ પ્રદેશે અને તેની અસંખ્યાતી શ્રેણીઓ છે. એ શ્રેણીઓમાંથી એક શ્રેણી એક આંગૂલ જેટલી લાંબી અને એક આકાશ પ્રદેશ જેટલી માત્ર પહોળી લેવી, એક એક શ્રેણીમાંથી એક એક સમયે એક એક આકાશપ્રદેશ કાઢીએ તે અસંખ્યાતા કાલચક્રના સમય વીતી જાય તો પણ એ એક શ્રેણીના આકાશપ્રદેશ ખૂટે નહિ.
(૩) આકાશ પ્રદેશથી પુદ્ગળ પરમાણુ દ્રવ્ય અનંતગણું સૂક્ષ્મ છે. તે