________________
૩૭૧
પ્રકરણ ૧ લુંઃ ધર્મની પ્રાપ્તિ મદ્યમાંસનું ભક્ષણ કરે, કેઈને પણ કિંચિત્માત્ર દાન આપે નહિ. મહાપરિગ્રહી, કંજૂસ અને મૂજી બનીને બીજો કોઈ ઉદાર જન દાન કરતા હોય તેને અટકાવી અંતરાય કમ બાંધે. આત્મદમન, નિયમ, વ્રતપશ્ચ
ખાણ કંઈ પણ કરે નહિ; એ પ્રમાણેનાં લક્ષણે જેમાં હોય તેને નીચ ચંડાળ જાતિનો ગણવે. એ દુર્ગણે જેનામાં ન હોય, યથાશક્તિ જપ, તપ, ઇંદ્રિયદમન, દયા, દાન કરે તેને ઉત્તમ કુળનો કહે. એવું ઉત્તમ કુળ તે જૈનકુળ છે, અને જૈન કુળમાં જન્મ થ મહા મુશ્કેલ છે.
૪. દીઘ આયુષ્ય ૪. દીર્ઘ આયુષ્ય–ઉત્તમ કુળ તો મળ્યું પણ તેની સાથે લાંબું આયુષ્ય મળવું જોઈએ. એવું લાંબું આયુષ્ય મળવું પણ મહા મુકેલ છે. ત્રીજા તથા ચોથા આરાના મનુષ્યોનાં આયુષ્ય પૂર્વે જેટલાં હતાં, એમના આયુષ્યના જેટલા સેંકડો થાય તેટલા શ્વાસોશ્વાસનું આયુષ્ય પણ હાલ રહ્યું નથી. સો વર્ષના કુલ શ્વાસોશ્વાસ ચાર અબજ, સાત કરોડ, અડતાલીસ લાખ અને ચાળીસ હજાર થાય છે એવાં સો વર્ષ સુખે સુખે પૂરાં કરનાર તે કઈક મહાભાગ્યશાળી હોય છે. શ્લેક – ઘુવં કૃri offમત, રાગ સારં
तस्यार्घस्य पशाचार्धमपरं, बालत्त्ववृद्धत्वयोः॥ शेष ब्याधिवियोगदुःखसहितं, सेवादिभिनीयते ।
जीवे वारितरंगचंचलतरे, सौख्यं कुतःप्राणिनाम् ॥ સારાંશ—સ વર્ષની જિંદગીમાં માણસને કેટલું સુખ મળે છે, તે જરા વાણિયાની રીતે હિસાબ કરીને જોઈએ. એક વર્ષના ૩૬૦ દિવસ થાય છે તેથી ૧૦૦ વર્ષના ૩૬૦૦૦ દિવસ થયા. એ છત્રીસ હજારમાંથી અર્ધા એટલે અઢાર હજાર તો નિદ્રામાં ગયા ! કારણ કે નિદ્રા ગુરુજી! વણમોત મૂઆ” હે ગુરુજી! વગર મેતે મતરૂપ નિદ્રા છે. નિદ્રામાં સુખદુઃખ વગેરેનું કંઈ પણ ભાન રહેતું નથી. બાકીના અઢાર હજાર દિવસના ત્રણ ભાગ કરે. છ હજાર દિવસો બાળપણમાં જતા રહ્યા. તે પણ અજ્ઞાન દશામાં જ ગુમાવ્યા ગણાય, કારણ કે બાળકને સત્યાસત્યનું