________________
૩૬૯
પ્રકરણ ૧લું : ધર્મની પ્રાપ્તિ ઉત્તમ કુળમાં જન્મ થાય છે. કેટલાક ‘કુલીન માણસે પુત્ર ન હોવાને લીધે ભારે આતુર રહે છે. પણ પૂર્વના મહાન પુણ્યસમૂહ વિના પુત્રપ્રાપ્તિ થતી નથી. કારણ કે આ દુનિયામાં પુણ્યશાળી જી થોડા હોય છે. પણ નીચ કુળમાં જે તે પાપી જનની પેદાશ ઘણી જ જેવામાં આવે છે. કારણ કે આ જગતમાં પાપી જીવો બહુ જ જોવામાં આવે છે.
વળી, કેવળ જાતિ માત્રથી જ ઊંચ-નીચ કહી શકાય નહિ, કારણ કે શરીરની આકૃતિ, અવયવ, શરીરના અંદરના વિભાગ તે સર્વ મનુષ્યના એકસરખા જ હોય છે. પરંતુ શાસ્ત્રમાં ઊંચ-નીચપણું : જાતિથી નહિ પણ ગુણ, કર્મથી કહ્યું છે. ઉત્તમ ગુણવાળા અને સત્કર્મ કરનારા મનુષ્ય ઊંચ ગણાય છે અને નીચ કર્મ કરનારા મનુષ્ય નીચ ગણાય છે.
શ્રી ઉત્તરાધ્યયન સૂત્રના ૨૫ મા અધ્યયનમાં શ્રી જયાષ મુનિ આ પ્રમાણે કહે છે - गाथा-कम्मुणा भणो होइ, कम्मुणा होइ खत्तिओ।
वइस्सो कम्मुणा होई, सुद्दो हवइ कम्मुणा ॥३३॥
અર્થાત્ કર્મ પ્રમાણે બ્રાહ્મણ, ક્ષત્રિય વૈશ્ય અને શુદ્ર કહેવાય છે. “ત્ર નાનાતીતિ ગ્રાહળ” જે બ્રહ્મ એટલે આત્માને જાણે-આત્મજ્ઞાન પ્રાપ્ત કરે તે જ બ્રાહ્મણ કહેવાય. “ક્ષાસૂત્રાયતે થઃ ઃ હાત્રિ' : અનાથેનું રક્ષણ કરે તે જ ક્ષત્રિય, વાણિજ્ય (નીતિથી વેપાર કરે તે વૈશ્ય કહેવાય અને સેવા કરે તે શુદ્ર કહેવાય છે.
વળી, ગ્રંથાંતરમાં નીચ જાતિનાં લક્ષણે આ પ્રમાણે બતાવ્યાં છે.
न विशेष इति वर्णानाम् सर्व ब्रह्ममयं जगत् । ब्रह्मणपूर्व श्रेष्ठं हि, कर्मणा वर्णतां गतम् ॥
(મહાભારત શાંતિ પર્વ).
૨૪