________________
૭૬
જૈન તત્વ પ્રકાશ
“સંગત” મળવી બહુ જ કઠણ છે. આ જગતમાં પાખંડી, દુરાચારી, સ્વાથી, ઢોંગી ગુરુઓ તે ઘણા છે અને એવાને માનનારા ભેળા કે પણ ઘણું છે.
એક સ્થળે કહ્યું છે કે – ; દોહરો–પાખંડી પૂજાય છે; પંડિત પર નહિ ધ્યાન,
ગેરસ ત્યે ઘરઘર કહે, દારૂ મળે દુકાન. - દૂધ જે ઉત્તમ પદાર્થ વેચવા દૂધવાળી ઘેર ઘેર ફરે છે છતાં દૂધ. લેનારા ઘણા થડા નીકળે છે !! પણ દારૂ-શરાબ જેવી મહા અપવિત્ર ને નિંદ્ય ચીજ તેના પીઠામાં જ વેચાય છે, છતાં ત્યાં જોઈએ તો લેનારાની કેટલી ભીડ થઈ હોય છે! એ પ્રમાણે ગામે ગામ વિચરનારા ઉત્તમ ગુરુને માનનારા જગતમાં થોડા હોય છે. પણ પાખંડીઓને સત્કાર સન્માન આપનારા, તેમની આજ્ઞા ઉઠાવી તે પ્રમાણે ચાલનારા, તેમના પર ધન-કુટુંબ વગેરે કુરબાન કરનારા, અરે અફસેસ કે પોતાની પ્યારી ધર્મ પત્નીને પણ તેમની સેવામાં પ્રેમદારૂપે હાજર કરનારા આ જગતમાં ઘણા માણસે છે. આથી વધારે અજ્ઞાનપણું ને ભેળપણ બીજું શું હોઈ શકે !
કહ્યું છે કે, દોહર–ગુરુ લેભી ચેલા લાલચુ, દોને ખેલે દાવ,
દોને બૂડે બાપડે, બેઠ પથ્થરકી નાવ; લોભી ગુરુઓને ચેલા પણ લાલચું મળે છે; બંને પોતપોતાના વાર્થના દાવ ખેલી એકબીજાને અને આ દુનિયાના ભેળા લોકોને ભરમાવી અનેક ચાળે ચડાવે છે. પણ એવા ગુરુઓ અને ચેલાઓ આખરે સંસાર સાગરના કીચડમાં ખેંચી અનેક દુઃખ ભેગવે છે, જેમ પથ્થરના બનાવેલા વહાણ પર બેસનાર ખલાસી અને ઉતારુઓ સર્વે ડૂબી મરે છે, તેવી રીતે લેભી ગુરુ અને લાલચુ ચેલાના હાલ થાય