________________
હિ૭૦.
જેન તત્વ પ્રકાશ
- અથ-વર્ણનું કંઈ વિશેષપણું નથી. આ બધું જગત્ બ્રહ્મમય છે. પ્રથમ બધા બ્રાહ્મણ હતા, પછી જેવાં જેવાં કર્મ કર્યા તેવા વર્ણને તેઓ પ્રાપ્ત થયા. "अधर्मचर्यया पूर्वा वर्णो जघन्यं २ वर्णमापद्यते जातिपरिवृत्तो'
અર્થાત–ઉત્તમ વર્ણવાળા પણ અધર્માચરણથી નીચતાને પ્રાપ્ત થતા જાય છે અને “વર્મા સભ્યો વર્ષ પૂર્ણ ૨ વર્ષના તે
અર્થ-નીચ વર્ણવાળા પણ ઘર્માચરણથી ઉત્તમતાને પ્રાપ્ત થતા જાય છે. આ પ્રમાણે આપસ્તબ ધર્મસૂત્રના પ્રશ્ન ૨ પટલ માં કહ્યું છે.
विश्वामित्रो वसिष्ठश्च, मतंगो नारदेऽपि च । तपो विशेष संप्राप्ता, उत्तमत्वं न जातिनः ॥
[શુકનીતિ અધ્યા૦ ૪, પ્રકરણ ૪ ] વિશ્વામિત્ર, વસિષ્ઠ, અને નારદ ઋષિ નીચ જાતિમાં ઉત્પન્ન થયા છતાં પણ, તપશ્ચરણ કરીને ઉત્તમ થયા છે, એટલા માટે જાતિનું કશું વિશેષત્વ નથી.
___ जपो नास्ति, तपो नास्ति, नास्ति चेन्द्रियनिग्रहः ।
दया दानं दमो नास्ति, इति चंडाललक्षणम् ॥
અર્થાત્ –પરમેશ્વરને જપ, સ્મરણ, ધ્યાન, ગુણાનુવાદ, સ્તવનકીર્તન ન કરે, રાતદિન પોતાના ઘરધંધામાં જ રચ્યાપચ્યો રહે, વ્રત-નિયમ–ઉપવાસ ન કરે, પણ સદા ખાઈપીને શરીરને હૃષ્ટપુષ્ટ બનાવવામાં આનંદ માને, ભણ્ય અભક્ષ્ય વસ્તુનો પણ વિચાર કરે નહિ. પણ અગ્નિની પેઠે કંઈ પણ ન છોડતાં સર્વને આહાર કરે, પાંચ ઇદ્રિને ખરાબ રસ્તે જતી રોકે નહિ, પણ હંમેશાં ગાનતાન, મેજમા, નાટક ચટક તથા પરસ્ત્રીઓ સાથે વિષયલેગ ભોગવી આનંદ માને, કઈ પણ દુઃખી પ્રાણીને દેખીને દિલમાં અનુકંપા લાવે નહિ અને સદા પૃથિવ્યાદિક છએ કાયના જીવે ની હિંસા કર્યા કરે અને