________________
જૈન તત્ત્વ પ્રકાશ મનુષ્યના થાય છે. એ પ્રમાણે અનેક મુશ્કેલીઓ વટાવ્યા પછી મનુષ્ય ગતિમાં અવાય છે.
શ્રી પન્નવણ સૂત્રમાં જેની અણું પ્રકારે ગણતરી કરી છે. તેમાં સર્વથી થડા ગર્ભજ મનુષ્ય કહ્યા છે. ગર્ભજ મનુષ્યને ઊપજવાનું સ્થળ ત્રછા લેકમાં માત્ર અઢી દ્વીપની અંદર છે. આખા લોકનું ઘનાકારે પરિમાણ ૩૪૩ રાજુ છે. તેમાં અઢી દ્વીપ તે માત્ર ૪૫ લાખ જેજનમાં જ છે. વળી, તે ૪૫ લાખ જેજનમાં પણ બે લાખ ને આઠ લાખ જેજનના પહોળા એવા મેટા સમુદ્રો પડયા છે. એ સિવાય દ્વીપની ભૂમિમાં પણ નદીએ, પહાડ, વન, વગેરે ઘણુ સ્થળે મનુષ્યરહિત છે. એ બધે વિચાર કરતાં મનુષ્યભવ મળ ઘણે દુષ્કર છે.
૨. આર્યક્ષેત્ર ૨. “ આર્ય ક્ષેત્ર”—મનુષ્યનો અવતાર માત્ર મળવાથી કંઈ ધર્મપ્રાપ્તિ થઈ ગઈ એમ ન સમજવું. મનુષ્ય ગતિ તે મળી, પણ તેમાં આર્યભૂમિ + મળવી બહુ દુર્લભ છે. મનુષ્યની ઉત્પત્તિના અઢી દ્વીપની અંદર ત્રીસ ક્ષેત્ર તે અકર્મ ભૂમિ (જુગલીઆ) મનુષ્યનાં છે. અને છપ્પન ક્ષેત્ર અંતર દ્વીપનાં મનુષ્યનાં છે. એ છિયાસી ક્ષેત્રનાં મનુ ધર્મ–કર્મમાં બિલકુલ સમજતાં નથી. એ મનુષ્યો તે પિતાનાં પ કરેલાં પુણ્યોનાં ફળે દેવતાઓની પેઠે સુખરૂપે ભગવે છે. માટે અઢી દ્વિપમાં કર્મ ભૂમિ મનુષ્યનાં પંદર ક્ષેત્ર માત્ર ધમકરણ કરવાનાં ર. એ પંદર ક્ષેત્રમાં પાંચ મહાવિદેહ ક્ષેત્ર છે ત્યાં તે સદાકાળ જૈન ધર્મ પ્રવર્તે છે, અને બાકીનાં પાંચ ભરત ક્ષેત્ર અને પાંચ ઈરવત શ્રેત્રમાં દસ કેડાર્કોડી સાગરના સર્પિણ કાળમાંથી એક કોડાકોડ સાગરથી સહેજ વધારે વખત ધર્મકર્મ કરવાનો રહે છે.
એ સર્વ મળી ૮૪ લાખ જીવ યોનિ થઈ અને એક કરોડ સાડીસત્તાણું લાખ એટલી કેડનાં કુળ થયાં.
+ અનાય પરદેશી રાજાને શ્રી કેશીશ્રમણ આચાર્યે ધર્મ સમજાવ્યો હતો. એ આચાર્ય મહારાજ એ દેશની જેટલી જગામાં વિચર્યા તેટલી જગા આર્યભૂમિ થઈ; બાકીની અનાર્ય ભૂમિ રહી.