________________
૩૬
જેન તત્ત્વ પ્રકાશ
(૧૪) પૂર્વ ( ૭૦ લાખ, ૫૬ હજાર કરોડ વર્ષનું ૧ પૂર્વ) (૧૫) પલ્ય ( શાસ્ત્રમાં કહેલ માપને ૧ કૃ વાળના અગ્ર ભાગથી ભરે એ દષ્ટાંતે ૧ પલ્ય) (૧૬) સાગર (દસ ક્રેડક્રોડ પલ્યને 1 સાગર), (૧૭) અવસર્પિણી કાળ (ઊતરતે કાળ તેના છ આરા એટલે ૧૦ કોડાડ સાગર) (૧૮) ઉત્સર્પિણી કાળ ( ચડતે કાળ તેના છ આરા એટલે ૧૦ ક્રોડા ક્રોડ સાગર (૧૯) કાળ ચક(એક અવસર્પિણ ને એક ઉત્સર્પિણ મળીને થાય એટલે વીસ ક્રોડાકોડ સાગર) એ સર્વ કાળને જન્મ મરણે કરીને ફરસે તેને કાળથી બાદર પુદ્દગળ પરાવર્તન કહે છે.
૬. “કાળથી સૂક્ષ્મ પુદ્ગળ પરાવર્તન –એક સમયથી માંડીને કાળચક લગી અનુક્રમે જન્મ-મરણ કરી ફરશે. જેમકે–પહેલી સર્પિણનો કાળ બેસે તેના પહેલા સમયમાં જન્મીને મરે, પછી બીજી વખત સર્પિણી કાળ બેસે તેને બીજા સમયમાં જન્મીને મરે. એ પ્રમાણે કરતાં આવળિકાનો કાળ પૂરે ન થાય ત્યાં લગી કરે. પછી વળી સર્પિણ કાળ આવે ત્યારે તેની પહેલી આવળિકામાં જન્મીને મરે, સમયની પેઠે સ્તક પૂરો થાય ત્યાં લગી આવળિકામાં અનુક્રમે જન્મ ને મરે. એ પ્રમાણે સ્તોક, લવ, વગેરે ૧૭ પ્રકારના કાળમાં અનુક્રમે જન્મમરણ કરીને ફરસી લે ત્યારે કાળથી સૂમ પુગળ પરાવર્તન થયું એમ કહેવાય.
૭ “ભાવથી બાદર પુદ્ગળ પરાવતન?–કાળો, લીલો, રાતે, પળે ને ઘેળે એ પાંચ વર્ણ, સુગંધ અને દુર્ગધ એ બે ગંધ, ખાટો, મીઠે, તીખો, કડવો ને કષાયલે એ પાંચ રસ; હલકે, ભારે, ટાઢા, ઊન, લૂખ, ચેપડ્યો, સુંવાળ, ખરખરે એ પ્રમાણે ૮ સ્પર્શ એ ૨૦ બેલવાળાં સર્વ પુદ્ગળાને જન્મ-મરણ કરીને ફરસે તે ભાવથી પુગલ પરાવર્તન થયું.
૮. “ભાવથી સૂક્ષ્મ પુદગળ પરાવર્તન”—પહેલા કાળા રંગનાં જેટલાં પુદ્દગળે લેકમાં છે તે સર્વને અનુક્રમે જન્મ-મરણ કરી ફરસે, જેમ કે, પહેલાં એક ગુણ કાળા ગુગળને, પછી બે ગુણ કાળા