________________
૩૫૮
જૈન તત્ત્વ પ્રકાશ
ના સર્વ
હોય છે. એ પ્રમાણે ચાર શરીર લેવાં(૫) મનગ (૬) વચનોગ x (૭) શ્વાસોશ્વાસ એ સાત બેલનાં જેટલાં પુદ્ગલ લેકમાં હોય તે સર્વને જીવ ફરસી આવે તો તે દ્રવ્યથી “બાદર પુદ્ગલ પરાવર્તન” થયું કહેવાય.
૨. “કલ્યથી સૂક્ષ્મ પુદગલ પરાવર્તન –ઉપર કહી તે સાત વસ્તુનાં પુદ્દગળને અનુક્રમે ફરસે. જેમકે પ્રથમ તે દારિક શરીરનાં જેટલાં પુદ્દગળે લોકમાં હોય તે સર્વને ફરસી લે, પછી વિકિય શરીરનાં સર્વ પુદગળો અનુક્રમે ફરસે, તે પછી તે જ પ્રમાણે તૈજસ શરીરનાં એમ કાર્મણ શરીરનાં, એમ મનજોગનાં, વચનોગનાં અને શ્વાસોશ્વાસનાં સર્વ પુદગળ અનુક્રમે ફરસે. ઔદ્યારિક શરીરનાં પુગળે અનુકમે ફરતાં ફરતાં હજી પૂરેપૂરાં ફરસી લીધાં નથી તેવામાં જે વિકિયાદિકનાં પુગળે ફરસવામાં આવે તો દારિક શરીરનાં જે પુદગળો પ્રથમ ફરસી લીધાં હતાં તે ગણતરીમાં ન લેતાં ફરી પહેલેથી
કારિક શરીરનાં પુદુંગળ ફરસવા માંડે, એમ શરૂથી તે છેવટ સુધી
દારિક શરીરનાં પુગળો અનુક્રમે ફરસી લે, તે તે ગણતરીમાં લેવાય. એ રીતે સાતમાંના દરેકનાં પુદ્દગળ અનુક્રમે ફરસી પૂરાં કરે તે તેને “ દ્રવ્યથી સૂક્ષમ પુદ્ગળ પરાવર્તન ” કહે છે.
શરીરના કરવીવા
ગહન વિષયમાં સંદેહ થાય અને સર્વત્તનું સંનિધાન ન હોય ત્યારે તે દારિક શરીર વડે અન્ય ક્ષેત્રમાં જવું અસંભવિત સમજી પિતાની વિશિષ્ટ લધિને પ્રયોગ કરે છે અને તે દ્વારા હાથ જેવડું નાનું શરીર બનાવે છે. તે શુભ પુગળાથી ઉત્પન્ન થયેલું હોવાથી સુંદર હોય છે, પ્રશસ્ત ઉદેશથી બનાવેલું હોવાથી નિરવદ્ય હોય છે. અને અત્યંત સૂમ હોવાથી અવ્યાઘાતી હોય છે, એટલે કે કોઈને રોકે કે કેઈથી રોકાય એવું હોતું નથી. આવા શરીરથી તે અન્ય ક્ષેત્રમાં સર્વજ્ઞાની પાસે જઈ સંદેહ દૂર કરે છે; પછી એ શરીરવિખરાઈ જાય છે. આ કાર્ય ફિક્ત અંતર્મુહૂર્તમાં થઈ જાય છે. લબ્ધિ ફોરવી તેનું પ્રાયશ્ચિત્ત લઈ શુદ્ધ થાય છે. આ મુનિ અર્ધા પુદ્ગળ પરાવર્તનથી વધારે સંસાર પરિભ્રમણ કરતા નથી, તેથી પુગળ પરાવર્તનમાં આહારક શરીરને ગમ્યું નથી.
* શરીરનાં નામે પ્રથમ આવી ગયાં છે, તેથી કાયયોગ અહી ગણે નથી.