________________
પ્રકરણ ૧ લું : ધર્મની પ્રાપ્તિ
૩૬૩ વર્ષનું છે. (૩) તેઉકાય (અગ્નિ-એની સાત લાખ જાતિ છે. ત્રણ લાખ ફોડ કુળ છે. એનું ઉત્કૃષ્ટ આયુષ્ય ત્રણ અહોરાત્રિનું (ત્રણ રાત ને ત્રણ દિવસનું) છે. (૪) વાઉકાય (હવા)એની સાત લાખ જાતિ છે. સાત લાખ ક્રોડ કુળ છે. એનું ઉત્કૃષ્ટ આયુષ્ય ત્રણ હજાર વર્ષનું છે. એ ચાર સ્થાવરોમાં આપણા જીવે એકીસાથે અસંખ્યાતા કાળ વિતાવ્યો. (૫) વનસ્પતિ કાય—એની ચોવીસ લાખ + જાતિ છે.
અઠ્ઠાવીસ ક્રોડ કુળ છે. એનું દસ હજાર વર્ષનું ઉત્કૃષ્ટ આયુષ્ય છે. એમાં નિગોદ ગણીએ તે અનંત કાળ ગુમાવ્યો. ત્યાંથી અનંત પુણ્યની વૃદ્ધિ થતાં એકંદ્રિયમાંથી બેઈદ્રિય (કાયા અને મુખ એ બે ઇંદ્રિયવાળા –કીડા વગેરે) માં આવ્યું.
એ બેઈદ્રિય જીની બે લાખ જાતિ છે. સાત કોડ કુળ છે. એનું ઉત્કૃષ્ટ આયુષ્ય ૧૨ વર્ષનું છે. ત્યાંથી અનંત પુણ્યની વૃદ્ધિ થઈ ત્યારે તેઈદ્રિય (કાયા, મુખ અને નાક એ ત્રણ ઇદ્રિયવાળા જી-માંકડ, કીડી, વગેરે)માં ઊપજ્યો. એની બે લાખ જાતિ છે. આઠ લાખ કોડ કુળ છે, એનું ઉત્કૃષ્ટ આયુષ્ય ૪૯ દિવસનું છે. ત્યાંથી અનંત પુણ્યની વૃદ્ધિ થતાં ચીરંદ્રિય (કાયા, મુખ, નાક અને આંખ એ ચાર ઇંદ્રિયવાળા છ-માખી, મરછર, વીછી, વગેરે)માં જન્મ થયે. એની બે લાખ જાતિ છે. નવ લાખ કરોડ કુળ છે. એનું આયુષ્ય ઉત્કૃષ્ટ છ મહિનાનું છે. જેની જેની જેટલી લખ જાતિ હોય તેથી અર્ધા સૌ પ્રથમ લઈ તેને ઉપર પ્રમાણે ૫૪૨૫૪૮૪૫=૨૦૦૦ ગુણનાં કુલ જાતિ (નિ) આવશે. એ પ્રમાણે તમામ કાયની થઈને ૮૪ લાખ યોનિ થશે. જેને વર્ણ, ગંધ, રસ, સ્પર્શ અને સંઠાણ એક હોય તેને એક જાતિ કહેવી. જાતિ છે તે માતાને પક્ષ છે.
(૨) કુળની સમજણનું દૃષ્ટાંત-ભમરે એ એક જાતિ, તે પણ એક ભમરે ફુલમાંને, એક ભમરો લાકડામાં અને એક ભમરે કચરામાંને એ પ્રમાણે ભમરાની એક જાતિનાં ત્રણ કુળ થયાં. એ પ્રમાણે તમામ કુળોની સંખ્યા જ્ઞાનીએ ફરમાવી છે તે સત્ય કરી જાણવી.
+ વનસ્પતિકાયની ૨૪ લાખ જાતિ (નિ) છે. તેમાં ૧૦ લાખ જાતિ પ્રત્યેક વનસ્પતિની અને ૧૪ લાખ જાતિ સાધારણ વનસ્પતિકાયના જીવોની છે.