________________
પ્રકરણ ૧ લું : ધર્મની પ્રાપ્તિ
૩૫૫ તે સર્વેની સાથે માતા-પિતા–ભાઈ-બહેન–સ્ત્રી–પુત્ર વગેરે જે જે જાતના સંબંધો જગતમાં છે તે સર્વ સંબંધ અનંતાનંતવાર આપણો જીવ કરી આવ્યો છે. કોઈ પણ જીવ સાથે કઈ પણ જાતનો સંબંધ થવો બાકી રહ્યો નથી. છતાં કઈ પણ તેની ઈચ્છા પૂર્ણ કરી શકયું નહિ. અને જીવને જોઈએ છે તે ઈચ્છિત અખંડ સુખ આપી શકયું નહિ. સુખ ન આપી શકવાથી જીવ તે સર્વને છોડીને આવ્યું છે.
કેટલીક વાર તે આપણા જીવને લીધે જે સ્વજનોને રેવું પડ્યું હતું, અને કેટલીક વાર એ સ્વજનને લીધે આપણા જીવને રહેવું પડયું હતું, જે એ બધા સ્થાનક અને સંબંધો અખંડ સુખ દેતાં હેત, તે રુદન કરી દુઃખી થવાનું શું કારણ?
ઉત્તરાધ્યયન સૂત્રમાં કહ્યું છે કે – ગાથા-માથા વિશા ફુવા માયા, મંજ્ઞા પુરા ૨ જા !
ना लं ते तव ताणाय, लुप्पंतस्स सकम्मुणा ॥ અર્થ–માતા, પિતા, પુત્રની વહુ, ભાઈ, ભાર્યા, પુત્ર, વગેરે સંબંધીએ તને ચોક્કસ ત્રાણ શરણરૂપ (સુખદાતા) નથી. કારણ, તે બિચારાં પિતપોતાનાં કર્મના ઉદય પ્રમાણે પીડા ભોગવી રહ્યાં છે. તેથી તને શી રીતે સુખી કરી શકે? એવું જાણું હે ભવ્ય પ્રાણીઓ! આ વિશ્વમાં તમારું ખરેખરું હિત અને સુખ કરનાર જે કઈ હોય તે એક જ ધર્મ જ છે, એમ સત્ય સમજજે.
એ સુખદાતા ધર્મ મળ બહુ જ મુશ્કેલ છે, એટલા માટે આ પ્રકરણની પહેલી ગાથામાં દર્શાવ્યું છે કે “જો ઘમો ન દમ” તે બરોબર છે. આ જગતમાં ઉત્તમ ગણાતી વસ્તુ જેવી કે સુવર્ણ, રત્ન, વગેરે બહુ જ થોડી છે એમ વિચાર કરતાં પ્રત્યક્ષ સમજાય છે.
x આ એક વ્યાવહારિક વચન છે. જેમકે મુંબઈ ઘણું વરસ લગી રહેનાર માણસ કહેઃ “મેં તમામ મુંબઈનગરી જોઈ છે. પરંતુ ખરી રીતે જોતાં તમામ મુંબઈને તે જોઈ શક્યો નથી. તેવી રીતે અવ્યવહાર રાશિમાંથી તરતના નીકળેલા છે સાથે આ સંબંધોની વાત બંધબેસતી નથી.