________________
૩૪૪
જૈન તત્ત્વ પ્રકાશ
તેમ સાધુના શીલ, સત્ય, તપ, જ્ઞાન, દર્શન, વગેરે ગુણોની સુગંધ ચોગરદમ વિસ્તરે છે. ૪. જેમ ચંદ્રવિકાસી, સૂર્યવિકાસી કમળ અનુક્રમે ચંદ્ર અને સૂર્યનાં દર્શનથી ખીલે છે તેમ ગુણના મેળાપથી મહામુનિઓનાં હૃદયકમળ ખીલે છે. દ. જેમ કમળ સદા પ્રકુલિત રહે છે તેમ સાધુ સદા ખુશ રહે છે. ૭. જેમ કમળ સદા સૂર્ય અને ચંદ્રની સન્મુખ રહે છે, તેમ સાધુ તીર્થકર દેવની આજ્ઞાની સન્મુખ રહે છે એટલે જ્ઞાનુસાર વર્તે છે. ૮. જેમ પુંડરિક કમળ ઉજજવળ છે તેમ સાધુનું હૃદય પણ ધર્મધ્યાન તથા શુકલધ્યાન વડે સદા ઉજજવળ છે.
૧૧. “રવિ—સાધુ સૂર્યતુલ્ય છે. ૧. જેમ સૂર્ય પિતાના તેજથી અંધકારનો નાશ કરી જગતના સર્વ પદાર્થોને પ્રકાશમાં લાવે છે તેમ સાધુ જીવ, અજીવ, વગેરે નવ પદાર્થોનું ખરેખરું સ્વરૂપ ભવ્ય જીના હૃદયમાં પ્રગટ કરે છે. ૨. જેમ સૂર્યના ઉદયથી કમળોનું વન પ્રકુલિત થાય છે તેમ સાધુના આગમનથી ભવ્ય જેનાં મન પ્રફુલિત થાય છે. ૩. જેમ સૂર્ય રાત્રિના ચાર પહોરના એકઠા થયેલા અંધકારને ક્ષણ માત્રમાં નાશ કરે છે, તેમ સાધુ અનાદિકાળના મિથ્યાત્વનો નાશ કરે છે. ૪. જેમ સૂર્ય તેજના પ્રતાપે દીપે છે તેમ સાધુ તરૂપી તેજથી શોભે છે. પ. જેમ સૂર્ય પ્રકાશ થતાં ગ્રહ, નક્ષત્ર અને તારાઓનું તેજ ઝાંખું પડી જાય છે તેમ સાધુના પધારવાથી મિથ્યાત્વીઓ અને પાખંડીઓનું તેજ મંદ પડી જાય છે. ૬. સૂર્યનો પ્રકાશ થતાં જેમ દેવતા (અગ્નિનું) તેજ ફિક્કુ પડી જાય છે, તેમ સાધુને જ્ઞાનરૂપ પ્રકાશ કોપરૂપી અગ્નિને મંદ કરે છે. ૭. જેમ સૂર્ય પોતાનાં હજાર કિરણથી શોભે છે તેમ સાધુ જ્ઞાનાદિક હજારો ગુણે વડે તથા ચાર તીર્થના પરિવાર વડે શોભે છે.
૧૨. “પણ”—સાધુ પવનતુલ્ય છે. ૧. જેમ પવન સર્વે સ્થાનમાં ગમન કરે છે તેમ સાધુ સર્વ સ્થળે સ્વેચ્છાચારે વિચરે. ૨. જેમ પવન અપ્રતિબંધ વિહારી છે તેમ સાધુ ગૃહરી વગેરેના પ્રતિ બંધથી રહિત થઈને વિચારે છે. ૩. જેમ વાયુ હલકે છે તેમ સાધુ