________________
પ્રકરણ ૫ મું : સાધુજી
૩૪૫ દળે ને ભાવે (ચાર કષાય પાતળા પાડયા છે તેથી) હલકા છે, (૪) જેમ વાયુ ચાલતાં ચાલતાં કયાં કયાંય નીકળી જાય તેમ સાધુ પણ અનેક દેશમાં વિચરે. (૫) જેમ વાયુ સુગંધી અને દુર્ગધીને પ્રસાર કરે છે તેમ સાધુ ધર્મ, અધર્મ, પુણ્ય, પાપ, વગેરે શુભ અશુભ પદાર્થોનું સ્વરૂપ બતાવે છે. (૬) જેમ વાયુ કેઈને અટકાવ્યા અટકે નહિ તેમ સાધુ મર્યાદા ઉપરાંત કેઈના રોક્યા રોકાય નહિ. (૭) જેમ વાયુ ઉષ્ણતાને મટાડે છે તેમ સાધુ સંવેગ, વૈરાગ્ય અને સબોધરૂપી પવનથી - આધિ, વ્યાધિ અને ઉપાધિરૂપી ઉષ્ણતાને નિવારી શાંતિ શાંતિ પ્રસરાવે છે.
સાધુજીની બીજી ૩ર ઉપમા ૧. “કાંસી પત્ર ઈવ” જેમ કાંસાને વાટકે પાણીથી ભેદાય નહિ તેમ મુનિ મેહમાયાથી ભેદાય નહિ.
૨. “સંબઈવ”—જેમ શંખને રંગ ચડે નહિ તેમ મુનિ સ્નેહથી રંગાય નહિ.
૩. “જીવ ગઈ ઈવ”—જેમ જીવને પરભવમાં જતાં તેની ગતિ કઈ રોકી શકે નહિ તેમ મુનિ અપ્રતિબંધ વિહારી થઈ વિચરે છે.
૪. “સુવન્ન ઈવ—જેમ સોનાને કાટ લાગે નહિ તેમ સાધુને પાપરૂપ કાટ લાગે નહિ.
૫. “મિંગ ઈવ” જેમ અરીસામાં રૂપ દેખાય તેમ સાધુ જ્ઞાન વડે નિજત્મ સ્વરૂપ દેખે.
૬. “કુમે ઈવ” જેમ કોઈ વનના સરોવરમાં ઘણા કાચબા રહેતા હતા. તેઓ આહાર કરવા સારુ પાણીમાંથી બહાર નીકળતા. તે વખતે વનમાં રહેનાર અનેક શિયાળ તેમને ભક્ષા કરવા આવતાં. જેઓ હોશિયાર હતા તેઓ શિયાળને જોઈ આખી રાત પિતાનાં પંચાંગ (ચાર પગ અને પાંચમું માથું એમ પાંચ અંગ) ઢાલ નીચે છુપાવી સ્થિર