________________
પ્રકરણ ૫ મું : સાધુજી
૩૩૩ ,
૧૯. પાસસ્થાના એટલે જેઓ ઢીલા ને શિથિલ પડી ગયા છે.
તેમના જેવાં પરિણામ ન આવતાં ચડતા અને વધતા
પરિણામથી રહે. ૨૦. ઉપદેશરૂપે કે પ્રવૃત્તિરૂપે પણ સદા સંવરકરણને પુષ્ટિ
મળે તેમ રહે. ૨૧. પોતાના આત્માના જે જે દુર્ગુણે ધ્યાનમાં આવે તેને
ટાળવાના ઉપાય કરે. ૨૨. કામ ( શબ્દ, રૂપ સંબંધી), ભેગ (ગંધ, રસ ને . | સ્પર્શ સંબંધી)ને સંજોગ મળે તે લુબ્ધ ન થાય, ૨૩. નિયમ, અભિગ્રહ, ત્યાગ, વૈરાગ્યની હંમેશાં યથાશક્તિ - વૃદ્ધિ કરે. ૨૪. ઉપાધિનો=વસ્ત્ર, પાત્ર,સૂત્ર, શિષ્ય, વગેરેને અહંકાર કરે નહિ. ૨૫. મદ, વિષય, કષાય, નિદ્રા અને વિકથા એ પાંચ પ્રમાદનો
સદા ત્યાગ કરે. ૨૬. ડું બોલે અને જે જે વખતે જે જે કિયા કરવાની છે .
તે બરાબર કરે. ર૭. આd, રૌદ્ર એ બે ધ્યાન છોડીને ધર્મ અને શુકલ એ બે .
ધ્યાન હંમેશાં ધ્યાય. ૨૮. મન, વચન અને કાયાને સદા શુભ કાર્યમાં પ્રવર્તાવે. ૨૮ મારણાંતિક વેદના આવે તે પણ પરિણામની ધારા
ધર્મમાં સ્થિર રાખે.
૩૦. સર્વ સંગને ત્યાગ કરે.
૩૧. ગુરુની પાસે આલેયણા, નિંદણા કરે, એટલે ગુપ્ત પાપનો
પ્રકાશ કરી પ્રાયશ્ચિત્ત લે અને પોતાના આત્માની નિંદા કરે.