________________
- ૩૩
જૈન તત્વ પ્રકાશ ૩૨. મરણનો અવસર નિકટ જાણી સંથારો કરે. આહાર અને
શરીરને પણ ત્યાગ કરી સમાધિભાવમાં દેહોત્સર્ગ કરે. આ ૩૨ બાબતે સાધુએ સંગ્રહ કરી એટલે હૃદયમાં ધારી તે પ્રમાણે ચડતા પરિણામે હંમેશાં યથાશક્તિ પ્રવૃત્તિ કરવી. પુરુષાર્થ કરવાથી દરેક ચીજ સાધી શકાય છે. માટે ઉદ્યમ કરો.
આ કર ગ શ્રી “સમવાયાંગ” સૂત્રમાં છે.
એ પ્રમાણે સાધુને માટેની અનેક ક્રિયાઓનું શાસ્ત્રમાં વર્ણન છે, એ વર્ણન પ્રમાણે જે પવિત્ર આત્માને સંપૂર્ણ ગુણ પ્રાપ્ત થાય તો તેને યથાખ્યાત ચારિત્ર કહે છે. આ પંચમકાળમાં સંપૂર્ણ ગુણધારી મહાત્મા મળવા મુશ્કેલ છે, છતાં એમ કદી ન માનવું કે પાંચમા આરામાં સાધુ જ નથી. એ બાબતનું સમાધાન કરવા શાસ્ત્રમાં છ પ્રકારના નિયંઠા (નિ ) કદ્યા છે.
પ્રકારના નિયંકા (નિગ્રંથ) જેઓ દ્રવ્યથી પરિગ્રહની ગાંઠ બાંધે નહિ, અને ભાવથી આઠ કર્મોને તથા રાગ, દ્વેષ, મેહ અને મિથ્યાત્વને નાશ કરે તેઓને નિયંઠા [ નિગ્રંથ ] કહે છે. એના ૬ પ્રકાર છે.
૧. “પુલાક નિયંઠા ”—જેમ કદ તથા ઘઉંનું ખેતર લણ તેને પરાળ સહિત ઢગલો કરે, તેમાં દાણા છેડા અને ખડનો ભાગ ઘણો તેમ પુલાક નિયંઠામાં ગુણ થોડા અને દુર્ગુણ ઘણા હોય છે.
પુલાક નિયંઠાના બે ભેદ છે. [૧] લબ્ધિ પુલાક-કેઈએ માટે અપરાધ કર્યો હોય તો તે પ્રસંગે પુલાક લબ્ધિથી ચકવતીની સેનાને પણ બાળી નાંખે. એ “લબ્ધિ પુલાક નિગ્રંથ” કહેવાય.
[૨] “આસેવના પુલાક”—તે જ્ઞાન, દર્શન અને ચારિત્રની વિરાધના કરે.
આ પ્રકારના નિયંઠા હાલ છે નહિ.