________________
- ૩૩૨
જૈન તત્વ પ્રકાશ
૩. કષ્ટ પડે તે પણ ધર્મમાં દઢ રહે. ૪. તપસ્યા કરીને આ લોકમાં યશ-મહિમાની, સુખની ઈચ્છા,
તેમ જ પરકમાં દેવપદ, રાજપદ મળે તેવી ઈચ્છા કરે નહિ. પ. “આસેવના” ( જ્ઞાનાભ્યાસ સંબંધી) “ગ્રહણ” (આચાર
તે ગોચરી સંબંધી), શિક્ષા ( શિખામણ) કેઈ આપે તે હિતકારી માને. ૬. શરીરની શોભા વિભૂષા, ( ટાપટીપ, ઠાઠમાઠ) કરે નહિ. ૭. ગુપ્ત તપ કરે, (ગૃહસ્થને ખબર ન પડવા દે કે સાધુને
તપ છે) તથા લાભ કરે નહિ. ૮. જે જે કુળમાં ભિક્ષા લેવાનું શ્રી પ્રભુજીનું ફરમાન છે
તે તમામ કુળમાં ગેચરી અર્થે જાય. ૯. પરિષહ આવે તે ચડતા પરિણામ રાખી સહન કરે,
પણ ક્રોધ ન કરે. ૧૦. સદા સરળતાથી એટલે નિષ્કપટપણાથી વિચરે. ૧૧. સંયમ (આત્મદમન) કરે. ૧૨. સમકિત સહિત એટલે શુદ્ધ શ્રદ્ધાયુક્ત રહે. ૧૩. ચિત્તને સ્થિર કરે. ૧૪. જ્ઞાનાચાર, દશનાચાર, ચારિત્રાચાર, તપાચાર અને
વર્યાચાર એ પાંચ આચારમાં પ્રવતે. ૧૫. વિનય એટલે નમ્રતા સહિત પ્રવર્તે. ૧૬. તપ, જપ, ક્રિયા, અનુષ્ઠાન, વગેરેમાં સદા વીર્ય—
પરાક્રમ ફેરવે. ૧૭. સદા વૈરાગ્યવંત રહે. ૧૮. નિજ આત્માના ગુણને એટલે જ્ઞાન, દર્શન અને ચારિત્રને
રત્નના ખજાનાની પેઠે બંદોબસ્ત કરી સાચવે.
૨નના ખજા