________________
૩૩૫
પ્રકરણ ૫મું : સાજી
૨. “ બસ નિયા –કમેદ તથા ઘઉંના છોડના પરાળ સહિત ઢગલે હોય તેમાંથી ઘાસ જુદું પાડી નાંખે અને ઉંબીઓને ઢગલે કરે તો તે ઢગલામાં પ્રથમના કરતાં ઘાસ ડું છે, તે પણ દાણ કરતાં વધારે છે. તે પ્રમાણે બુક્કસ નિર્ગમાં પણ ગુણ ધેડા ને દુર્ગુણ વધારે હોય.
બુક્કસ નિયંઠાના વળી બે ભેદ છે. [૧] “ ઉપકરણ બુક્કસ તે લૂગડાં ને પાતરાં [પાત્ર-ભાજન વિશેષ રાખે, ખારા વગેરેથી ધોવે તે [૨] “શરીર બુક્કસ ” તે હાથ પગ ધોવે, કેશ નખ સમારે, શરીરની વિભૂષા કરે, પરંતુ કમ ખપાવવાને ઉદ્યમ તે કરે.
૩. “કષાય કુશીલ નિયંઠા ઘઉં અને કમોદના છોડની ઉંબીના ઢગલામાંથી માટી, કચરો વગેરે તારવી, ખળામાં બળદના પગથી કચરાવી દાણા છુટા પાડયાં, તે વખતે દાણુ અને કચરો લગભગ બરાબર હોય છે, તેમ કષાય કુશીલ નિગ્રંથ સંયમ પાળે, જ્ઞાનાભ્યાસ કરે, તપશ્ચર્યા યથાશક્તિ કરે, બીજી પણ ક્રિયાઓ કરે, છતાં કષાયને ચેડા ઉદય થાય તે જ્ઞાન વડે દબાવે, પણ આખરે હૃદય બળ્યા કરે, કે ઈનાં કડવાં વેણ અને નિંદા સાંભળી કોય કરે, પિતાનાં જ્ઞાન, કિયા, તપ, વગેરેનાં વખાણ સાંભળી અભિમાન કરે, ક્રિયા કરવામાં તથા અન્ય મનવાળાની સાથે ચર્ચા કરી તેનો પરાજય કરવામાં માયા કપટ કરે, તેમ શિષ્ય, સૂત્રની વૃદ્ધિને લેભ પણ કરે. એ ચારે કષાય ચેડા થોડા આવે તે પણ આત્માની નિંદા કરી તરત શિલ્યરહિત થઈ જાય.
૪. « પ્રતિસેવના નિયંઠા –ખળામાં ઉંબીઓ કચરાયા પછી, પવન હોય ત્યારે તેને ઊપણે છે, એ ઊપણેલા ઢગલામાં દાણા ઘણું અને તણખલાં–કચરો-થોડો હોય છે. તે પ્રમાણે પ્રતિસેવના નિયંઠાવાળે સાધુ, મૂળ ગુણમાં, પાંચ મહાવ્રતમાં અને રાત્રિભોજનમાં જરા પણ દોષ લગાડે નહિ. પણ દસ પચ્ચખાણ વગેરે ઉત્તમ ગુણોમાં શૂન્ય ઉપયોગને લીધે જરા જરા દોષ લગાડે છે. એવા દોષની ખબર પડે ત્યારે તરત પ્રાયશ્ચિત્ત લઈ શુદ્ધ થાય છે.