________________
૩૩૬
જૈન તત્વ પ્રકાશ.
પ. નિગ્રંથ નિયંઠો –ખળામાં ચેખ કરેલા દાણાને પાથરી, આંખે જોઈ હાથથી તમામ કાંકરા અને કચરો કાઢી વિશેષ શુદ્ધ કરે છે, તેવી રીતે નિગ્રંથ નિયંઠાનું સમજવું.
એના બે ભેદ છેઃ [૧] “ ઉપશમ કષાયી ”—જેમ ચૂલામાં. રાખની નીચે અગ્નિ ભારેલો છે (દબાયેલો છે) તે પ્રમાણે કોધાદિ કષાયને જ્ઞાનાદિ ગુણેથી દબાયેલે, પણ હજી એ તપાવેલા કષાયને ઉદય થવાને સ્વભાવ છે. [૨] “ ક્ષીણ કષાયી ”—જેમ દેવતા ઉપર પાણી છાંટી તેને સાવ ઠારી નાખે છે, તે પ્રમાણે કષાયરૂપી અગ્નિને શાંત કરી પોતાના આત્માને મૂળ ગુણો, ઉત્તર ગુણે વગેરેનો જરા પણ દોષ લાગવા દે નહિ. ફક્ત કેઈ ઉપશમ નિયંઠાને મરણ સમયે સંજવલનનો લાભ કિંચિત્ માત્ર રહે છે, બાકી સર્વ પ્રકારે શુદ્ધ છે. ગુણસ્થાન ૧૧, ૧૨.
૬. “સ્નાતક નિયંઠા –કચરો ને કાંકરા વણીને શુદ્ધ કરેલા દાણું પાણીથી ધોઈ, સાફ લૂગડાથી લૂછે તે રજમેરહિત, અતિ શુદ્ધ અને નિર્મળ થાય છે, તે પ્રમાણે સ્નાતક નિગ્રંથ ચાર ઘનઘાતી કર્મ રહિત, યથાખ્યાત ચારિત્રવાળા, અને ખુદ તીર્થકર ભગવાન અગર તે કેવળી ભગવાન સમજવા. ગુણસ્થાન ૧૩, ૧૪.
આ છ પ્રકારના નિયંઠા છે, તેમાંથી ૧, ૪, ૫, ૬ એ ચાર નિયંઠાનો જન્મ પંચમ કાળમાં નિષેધ છે. ફક્ત બીજા પ્રકારના “બુક્કસ” અને ત્રીજા પ્રકારના કષાય કુશીલ” એ બે જાતના નિયંઠા હોય છે.
નિયંઠા સંબંધી વર્ણન જાણી, સાધુઓનું ન્યૂનાધિક જ્ઞાન અને કિયા જોવામાં આવે તે પક્ષપાત વધારવા નહિતેમ રાગ દ્વેષની વૃદ્ધિ કરવી નહિ. માત્ર યથાતથ્ય ગુણની પરીક્ષા કરવી. સો રૂપિયાને પણ હીરો હોય છે અને લાખ રૂપિયાને પણ હીરો હોય છે એમ વિચારવું. સે રૂપિયાવાળા હીરાને કેઈ કાચ નહિ કહે, પણ હીરો જ કહેશે. કાચ તે તેને કહેવાય કે જેમાં સંયમને જરા પણ ગુણ નથી, એવા પાંચ પ્રકારના સંયમ રહિત સાધુ અવંદનીય કહ્યા છે. આ