________________
પ્રકરણ ૫ મુ`ઃ સાધુજી
૩૨૯
૮. ઘડી ઘડીમાં ગુસ્સે થાય તા,
૯. નિંદા કરે તેા,
૧૦. વારંવાર નિશ્ચય ભાષા (આ કામ કરીશ, આ સ્થળે જઈશ, વગેરે) બલે તા,
૧૧. નવા નવા ઘડા ઉપજાવે તા,
૧૨. જૂના કજિયા ઉખેળે ગુજરી ગયેલી વાતેા પાછી સભારે અગર ખમત ખામણાં કર્યા પછી પાછી લડાઈ કરે તે, ૧૩. ત્રીસ પ્રકારની અસાયમાં સજ્ઝાય કરે તા,
૧૪. રસ્તાની ધૂળથી એટલે સચેત રજથી પગ ભર્યા હાય ને પૂજ્યા વિના આસન ઉપર બેસે તા,
૧૫. પાછલી એક પહેાર રાત હાય ત્યારથી સૂર્ય ઊગે ત્યાં લગી જોરથી ખેલે તા,
૧૬. માત થાય તેવા કજિયા કરે તેા,
૧૭. કટુ વચન મેલે તા,
૧૮. પેાતાની અને ખીજાની અસમાધિ થાય એવુ વચન બેલે તા,
૧૯. સવારથી સાંજ લગી, ગામમાંથી લાવી લાવીને ખા—ખા કરે તે! [નાકારસી વગેરે પચ્ચખ્ખાણ ન કરે તેા,],
૨૦. ચાકસાઈ કર્યા વિના આહાર વગેરે લાવે તા,
આ ૨૦ પ્રકારે અસમાધિ દોષ લાગે છે.
જેમ માંદગી આવતાં માણસ નમળે! પડી જાય છે તેમ જે કામ કરવાથી સયમ શિથિલ પડી જાય તેવા કામને અસમાધિ દોષ કહે છે.
આત્મસુખના ઇચ્છનારા સાધુઓ અસમાધિના ૨૦ દોષ તજીને વિચરે છે.