________________
પ્રકરણ પ મુ : સાધુજી
૩૨૭ (૨૨) “વાહની” –ોડા, ચાખડી, મોજાં, વગેરે પગમાં પહેરે તો અનાચરણ.
(૨૩) “ ત્યારંભ–દીપક, ચૂલો, આદિ અગ્નિનો આરંભ કરે તે અનાચરણ.
(૨૪) “શય્યાતર પિંડ”—જેની આજ્ઞા લઈને મકાનમાં ઉતર્યા હોય તેને ત્યાંથી આહાર પાણી લે તે અનાચરણ.
(૨૫) “આસંદી”ખુરશી, ખાટલો, વગેરે નેતર કે સીંદરી આદિથી ભરેલા આસન પર બેસે તે અનાચરણ.
(૨૬) “ગૃહાંતરસધ્યા–વૃદ્ધાવસ્થા, રોગ કે તપશ્ચર્યાદિ કારણ વગર ગૃહસ્થને ત્યાં બેસે તે અનાચરણ.
(૨૭) “ગાત્રમર્દન”–પીઠી આદિ શરીરે લગાવે તે અનાચરણ.
(૨૮) “ગૃહી વૈયાવૃત્ય”—ગૃહસ્થની વૈયાવચ્ચ કરે અથવા ગૃહ પાસે વેયાવચ્ચ કરાવે તો અનાચરણ.
(૨૯) “જાયાજવી”—સગપણ, ઓળખાણ, વગેરે મેળવી આહાર પાણી લે તે અનાચરણ.
(૩૦) તપ્તાનિવૃત્ત—જે વાસણમાં પાણી ગરમ કર્યું હોય તે વાસણ ઉપર, નીચે તેમજ મધ્યમાં ગરમ થયું ન હોય તેવા વાસણનું પાણી લે તો અનાચરણ.
(૩૧) “આતુર શરણ–રોગ, દુઃખ, વગેરેથી ગભરાઈને કુટુંબીઓનું શરણ વાં છે તે અનાચરણ.
(૩૨ થી ૪૫) મૂળ, આદુ, ઈક્ષખંડ, (શેરડી), સૂરણાદિ કંદમૂળ, જડી, ફળ, બીજ, સંચળ, સિંધાલુણ, અગરનું મીઠું, રામ દેશનું મીઠું, સમુદ્રનું મીઠું, પાંશુક્ષાર, કાળું મીઠું એ ચૌદ વસ્તુ સચેત ગ્રહણ કરે તે અનાચરણ.