________________
પ્રકરણ ૫ મું : સાધુજી
૩૨૫
બાન અનાચરણ
સાધુજીએ સંયમ શુદ્ધ પાળવા માટે નીચેનાં બાવન અનાચરણથી બચવું જોઈએ.
(૧) “ઉદ્દેશક”—આહાર, વસ્ત્ર, પાત્ર, સ્થાનક, વગેરે સાધુને માટે બનાવેલું હોય તે અનાચરણ.
(૨) કૃતગડ” –સાધુ માટે કઈ પણ વસ્તુ ખરીદ કરીને આપે તો અનાચરણ.
(૩) “નિત્યપિંડ”—એક ઘેરથી નિત્ય વહોરે તે અનાચરણ.
(૪) “અભ્યાહત”—ઉપાશ્રયે અથવા અન્ય સ્થાને કઈ આહારાદિ સન્મુખ લાવીને વહોરાવે તે લે તે અનાચરણ.
(૫) “રાત્રિભક્ત”—અન્ન, પાણી, સુખડી, મુખવાસ કે સૂંઘવાની તમાકુ સરખી પણ રાત્રે ભેગવે તે અનાચરણ.
(૬) “સ્નાન”—હાથપગ ધોવા તે દેશસ્નાન અને સર્વ શરીરે નહાવું તે સર્વસ્નાન. એ બન્ને પ્રકારનાં સ્નાન કરે તો અનાચરણ.
(૭) “ગંધ”—ચૂવા, ચંદન, અત્તર, આદિ સુગંધી પદાર્થ, વિના કારણ શરીરે લગાવે તો અનાચરણ.
(૮) “માલ્ય”-પુષ્પાદિ કે મણિ, મોતી, આદિની માળા પહેરે તો અનાચરણ.
(૯) “વીયન”—પં, પૂંઠું કે વસ્ત્રાદિથી પવન નાખે તે અનાચરણ.
(૧૦) “સ્નિગ્ધ”–વૃત, તેલ, ગેળ, સાકર આદિ રાત્રે પાસે રાખે તો અનાચરણ.