________________
૩૧૦
જૈન તત્ત્વ પ્રકાશ મહિમા સંભળી ચર્ચા કરવા આવ્યા છે, તે પ્રસંગે વિવેકી સાધુ ચતુરાઈથી સ્વમતનાં અને અનેક પરમતનાં શાસ્ત્રોનાં પ્રમાણ આપી, વાદી પ્રતિવાદીરૂપે ખરાખોટા પક્ષનું સ્વરૂપ બતાવી સ્વમત (જૈનધર્મને સ્થાપે.
૪. ત્રિકાળજ્ઞ પ્રભાવના – જંબુદ્વીપ પ્રજ્ઞપ્તિ, ચંદ્રપ્રજ્ઞપ્તિ વગેરે શાસ્ત્રોમાં ભૂગોળ, ખગોળ, નિમિત્ત, તિષ, વગેરે જે જે વિદ્યા છે તેમાં પારંગત હોય. જેથી ભૂત, ભવિષ્ય, વર્તમાન, એ ત્રણે કાળની સારી અને નઠારી તમામ વાતનું જ્ઞાન થાય. લાભહાનિ, સુખ, દુઃખ, જીવિતવ્ય-મરણ, વગેરે જાણી ઉપકારક અને કલ્યાણકારી સ્થળ પ્રકાશે. જેથી જૈન ધર્મની શ્રદ્ધા થાય પણ નિમિત્ત ભાખે નહિ. આપદાને સમયે સાવધાન રહે.
પ. તપ પ્રભાવના – યથાશક્તિ દુષ્કર (કઠિન) તપશ્ચર્યા કરે કે જે તપશ્ચર્યા જોઈ લેને ચમત્કાર ઊપજે. અન્ય મતવાળાઓની પિશ્ચર્યા તે કેવળ નામની જ છે. તેઓ તે એક ઉપવાસમાં પણ મિષ્ટાન્ન જમી તપ કર્યાનું જણાવે છે, પણ જેની તપસ્યા તે દુષ્કર છે, જેથી લોકોને ચમત્કાર ઊપજે.
૬. શ્રત પ્રભાવના – વિગયને ત્યાગ, અપ ઉપાધિ, મૌન, સખ્ત અભિગ્રહ, કાઉસગ્ગ, ભરજુવાનીમાં ઇંદ્રિયનિગ્રહ, દુષ્કર કિયા, વગેરે ત્ર ધારણ કરી લેકેને ચમત્કાર ઉપજાવે.
૭. વિદ્યા પ્રભાવના – રોહિણી, પ્રજ્ઞપ્તિ, અદણ, પરશરીરપ્રવેશિની, ગગનગામિની, વગેરે વિદ્યા, મંત્રશક્તિ, અંજનસિદ્ધિ, ગુટિકા, રસસિદ્ધિ, ઈત્યાદિક અનેક વિદ્યામાં પ્રવીણ હોય, છતાં એ વિદ્યાને ઉપયોગ ન કરે. કોઈ ખાસ મોટું કારણ ઉપજે તે લોકોને જૈન ધર્મનું મહત્ત્વ બતાવીને ચમત્કાર ઉપજાવે, પણ પછી પ્રાયશ્ચિત લઈ શુદ્ધ થાય.
કાવ પ્રભાવના – અનેક પ્રકારના છંદ, કવિતા, ઢાળ, જેડ, સ્તવન, વગેરે ઉત્તમ કાવ્ય બનાવી, તેમાં અનુભવ રસ વડે ભરપૂર