________________
૩૧૨
જૈન તત્વ પ્રકાશ પરાજય કરે છે, તેવી રીતે તે ઉપાધ્યાય ચતુર્વિધ સંઘથી શોભતા મિથ્યાત્વીઓને પરાજય કરે છે.
(૪) “હાથીરૂપ” –જેવી રીતે સાઠ વર્ષને જુવાન હાથી, હાથણીઓના પરિવારમાં શોભે છે તેવી રીતે ઉપાધ્યાય મહારાજ બહુ સૂત્રના જ્ઞાનરૂપ યુવાવસ્થા પ્રાપ્ત કરીને તથા જ્ઞાનીઓના પરિવારથી શેભે છે, અને હાથીની પેઠે સ્થિર રહી કેઈ પણ વિતંડાવાદીઓથી પાછા હઠતા નથી, કિન્તુ તેમને હઠાવે છે.
(૫) “વૃષભરૂપ”—જેવી રીતે બળદ પિતાનાં બને અણુદાર શિંગડાંથી ગાના ટોળામાં શેભે છે તેમ શ્રી ઉપાધ્યાયજી મહારાજ નિશ્ચય અને વ્યવહારરૂપી શિંગડાં વડે પરમતવાદીઓને હઠાવીને મુનિમંડળમાં શેભે છે.
(૬) “સિંહરૂપ”—જેવી રીતે કેસરી સિંહ તીણ દાઢો વડે જંગલમાં સર્વ જાનવરોને ભ ઉપજાવે છે તેવી રીતે શ્રી ઉપાધ્યાયજી મહારાજ સાત નય વડે સર્વ કદાગ્રહીઓને હરાવે છે.
(૭) “વાસુદેવરૂપ” –જેવી રીતે ત્રિખંડાધિપતિ વાસુદેવ સાત રત્નની મદદથી તમામ વેરીઓને હઠાવી ત્રણ ખંડના ધણી થાય છે, તેવી રીતે શ્રી ઉપાધ્યાયજી મહારાજ તપ, સંયમ વગેરે શસ્ત્રથી કર્મરૂપી વેરીઓને પરાજય કરી જ્ઞાન, દર્શન અને ચારિત્રરૂપી ત્રણ રત્નના આરાધક થાય છે.
(૮) “ચકવતીરૂપ—જેમ છ ખંડના સ્વામી ચક્રવતી મહારાજ ૧૪ રત્નો વડે નરેન્દ્ર, સુરેન્દ્ર, સૌને પૂજ્ય થાય છે, તેમ શ્રી ઉપાધ્યાયજી ૧૪ પૂર્વની વિદ્યા મેળવીને જગતમાં પૂજ્ય થાય છે, | (૯) “ઈન્દ્રરૂપ” –જેમ શકેદ્ર પિતાની હજાર આંખોથી જ
પૂર્વના ભવમાં શ્રી શકેન્દ્રને જીવ કાર્તિક શેઠ હતો. કાર્તિક શેઠે પિતાના ૧૦૦૮ ગુમાસ્તા સાથે દીક્ષા લીધી. એથી કાર્તિક શેઠનો જીવ ઈંદ્રની પદવી પામ્યો અને તેમાંના પ૦૦ ગુમાસ્તાઓ મરીને સામાનિક (બરાબરીઆ) દેવ થયા, કે જે દેવો સદા ઇન્દ્રની સાથે જ રહે છે, એ રીતે ૫૦૦ દેવાના નેત્રો સાથે ગણતાં શકેંદ્ર સહસ્ત્રનેત્રી કહેવાય છે.