________________
જૈન તત્ત્વ પ્રકાશ
(૧૬) “સ્વયભૂરમણુ સમુદ્રરૂપ-સૌથી મોટા રવયંભૂરમણુ મહાસમુદ્ર અક્ષય અને સ્વાદિષ્ટ પાણી વડે શોભે છે, તેમ શ્રી ઉપાધ્યાયજી મહારાજ અક્ષય જ્ઞાને કરી ભવ્ય જીવેને રુચે તેવી રીતે તે જ્ઞાનના પ્રકાશ કરતા શેાભે છે, ઇત્યાદિ અનેક શુભ ઉપમાયુક્ત શ્રી ઉપાધ્યાય મહારાજ વિરાજે છે.
૩૧૪
વળી, શ્રી ઉપાધ્યાયજી ગુરુ મહારાજને, ભક્તિમાન, અપળ (શાંત), કૌતુકરહિત (ગભીર), માયા કપટ રહિત, કોઈ ના પણ તિરસ્કાર ન કરે એવા, સર્વ સાથે મિત્રભાવવાળા, જ્ઞાનના ભંડાર છતાં અભિમાન રહિત, બીજાના દોષ ન જોનાર, શત્રુની પણ નિંદા (અવર્ણવાદ) નહિ કરનાર. કલેશરહિત ઇંદ્રિયાના દમનાર લાવત, વગેરે અનેક વિશેષણાથી શેાભે છે, એવા જિન કેવળી તેા નહિ પણ " अजिणा जिण સંજા’કેવળી નહિ પણ જિન કેવળી જેવા સાક્ષાત્ જ્ઞાનના પ્રકાશ કરનાર, શ્રી ઉપાધ્યાયજી ભગવાનને આપણા ત્રિકાળ વંદના નમસ્કાર હાજો.
ગાથા :-સમુદ્ર-ગીર-સમાં દુરામાં, બધા વેળફ યુ
सुयस्स पुण्णा विउलरस ताइणो, खवेत्तु कम्मं गइमुत्तमं गया || | ઉત્તરાધ્યયન સૂત્ર ૧૧-૩૧
અર્થ :-સમુદ્ર જેવા ગંભીર એટલે કેઇ દિવસ છલકે નહિ, કોઈ પરાભવ કરી ન શકે તેવા, કાઈથી પાછા હકે નહિ તેવા, સૂત્રના જ્ઞાને કરી પૂર્ણ ભરેલા, છકાયના જીવેના રખવાળ, એવા શ્રી ઉપાધ્યાય મહારાજ કનો ક્ષય કરી જરૂર મેક્ષ પધારશે. તેને મારી-તમારી ત્રિકાળ અને ત્રિકરણ શુદ્ધ વદના નમસ્કાર હોજો.
શાસ્ત્રોદ્ધારક બાલબ્રહ્મચારી ઋષિ સપ્રદાયાચાર્ય સ્વ. મુનિશ્રી અમેાલખષિજી મહારાજ દ્વારા વિરચિત જૈન તત્ત્વ પ્રકાશ નુ · શ્રી ઉપાધ્યાય ' નામક ચાથું પ્રકરણ સમાપ્ત.