________________
પ્રકરણ ૪ થું : ઉપાધ્યાય
૩૧૩ દેવતાઓની સભાને મોહિત કરે છે, તેમ શ્રી ઉપાધ્યાય મહારાજ અનેકાંતસ્યાદ્વાદ માગને પ્રકાશ કરીને ભવ્ય જીવોને મોહિત કરે છે.
(૧૯) “સૂર્યરૂપ'—જેમ સૂર્ય અતિ તેજસ્વી પ્રભા વડે અંધકારનો નાશ કરે છે તેમ શ્રી ઉપાધ્યાય મહારાજ નિર્મલ જ્ઞાનને પ્રકાશ કરીને બ્રમરૂપી અંધકારનો નાશ કરે છે.
(૧૧) “ચંદ્રરૂપ—જેમ પૂર્ણ કળા વડે ચંદ્રમા, ગ્રહ, નક્ષત્ર અને તારાનાં ઝૂમખાંના પરિવાર વડે રાત્રિને મનોહર બનાવે છે, તેમ શ્રી ઉપાધ્યાય ચાર તીર્થના પરિવાર વડે જ્ઞાનરૂપી શીતળ અને પૂર્ણ કળા વડે સભાનું મન હરણ કરે છે.
(૧૨) “કઠારરૂપ”-જેમ (ચેર, મુષકદિના ઉપદ્રવ સામે) સુરક્ષિત અને વિવિધ પ્રકારનાં ધાન્યથી ભરેલા ગૃહસ્થના કહાર ભે છે તેમ નિશ્ચય વ્યવહારરૂપ દઢ કમાડો અને ૧૧ અંગ, ૧૨ ઉપાંગરૂપ ધાન્યથી ભરેલા ઉપાધ્યાયજી મહારાજ શેભે છે.
(૧૩) જંબુ સુદર્શન વૃક્ષરૂપ” જેવી રીતે ઉત્તરકુરુ ક્ષેત્રમાં જંબુદ્વીપના અધિષ્ઠાયક અણાઢિય દેવનું નિવાસસ્થાન જંબુસુદર્શન વૃક્ષ પત્ર, પુષ્પ, ફળાદિથી શોભે છે, તે રીતે શ્રી ઉપાધ્યાય મહારાજ આર્ય ક્ષેત્રમાં, જ્ઞાનરૂપી વૃક્ષના દેવ બનીને, અનેક ગુણોરૂપી પાંદડાં ફળ, ફૂલ, વગેરેથી શોભે છે.
(૧૪) “સીતા નદી રૂપ—જેવી રીતે મહાવિદેહ ક્ષેત્રની સતા નામે મોટી નદી, પાંચ લાખ બત્રીસ હજાર નદીઓના પરિવાર વડે ભે છે, તેવી જ રીતે શ્રી ઉપાધ્યાયજી મહારાજ હજારો શ્રોતાગણના પરિવારથી શેભે છે.
(૧૫) “મેરૂ પર્વત”-જેમ સર્વે પર્વતને રાજા મેરુ પર્વત, અનેક ઉત્તમ ઔષધિઓ તથા ચાર વનથી શેભે છે, તેમ શ્રી ઉપાધ્યાય મહારાજ અનેક લબ્ધિઓ તથા ચાર સંઘ (ચતુર્વિધ સંઘ) વડે શેભે છે.