________________
3૧૮
જૈન તત્ત્વ પ્રકાશ
ति सच्च संपन्न तिओ, खंति संवेग रओ ।
वेयण मच्चु भयगय, साहु गुणसत्तवीस ॥२॥ અર્થ–(૧ થી ૫) પાંચ મહાવ્ર, પચીસ પ્રકારની ભાવના સાથે નિર્દોષ પાળે.
(૬ થી ૧૦) પાંચ ઈન્દ્રિયની ત્રેવીસ જતના વિયથી નિવર્સે.
(૧૧ થી ૧૪) ચાર પ્રકારના કષાયથી નિવતે, એ પ્રમાણે ૧૪ ગુણોને વિસ્તાર શ્રી આચાર્યના ત્રીજા પ્રકરણમાં કર્યો છે.
(૧૫) “મન સમાધારણયા” પાપમાંથી મનને ખેંચીને ધર્મમાર્ગમાં જેડે.
(૧૬) “વય સમાધારણયા” ખપજોગી નિર્દોષ વાણી બોલે, (૧૭) “કાય સમાધારણયા” કાયાની ચપળતા રોકે.
(૧૮) “ભાવ સચ્ચે–અંતઃકરણના ભાવે નિર્મળ કરી ધર્મધ્યાન અને શુકલધ્યાનમાં આત્માને જોડે. ' (૧૯) “કરણ સચ્ચે કરણસિત્તરીના સિરોર ગુણે સહિત તથા સાધુને જે જે કિયાએ જે રીતે કરવાનું શાસ્ત્રમાં ફરમાવ્યું છે તે સદા એગ્ય વખતે કરે. જેમકે પાછલી રાતને એક પહોર બાકી રહે -ત્યારે જાગૃત થઈને આકાશ તરફ નજર કરી તપાસે કે કઈ પ્રકારની
અસઝાય તે નથી ને? જે દિશાઓ નિર્મળ હોય તે શાસ્ત્રની સજઝાય કરે. પછી “અસઝાય’ (અસ્વાધ્યાય)ની દિશા એટલે લાલ દિશા થાય ત્યારે પ્રતિક્રમણ કરે.
સૂર્યોદય થયા પછી પ્રતિલેખના (પડિલેહણ) એટલે વસ્ત્ર વગેરે સર્વ ઉપકરણ જુએ. પછી ઈરિયાવહીને કાઉસગ્ગ કરી ગુરુ આદિ વડીલ સાધુને વંદન કરી પૂછે કે-હું સ્વાધ્યાય કરું? વૈયાવચ્ચ કરું ? અથવા -ઔષધાદિ લાવવાનું કામ હોય તે તે કરું ? ગુર્નાદિ આજ્ઞા કરે તે પ્રમાણે,