________________
૩૦૮
જૈન તત્ત્વ પ્રકાશ (૧) “આક્ષેપણી–સાંભળનારના હૃદયમાં જૈન ધર્મ આબેહૂબ ઠસી જાય તેવી કથા, તેના ૫ ભેટ છેઃ (૧) સાધુના આચાર અને શ્રાવકની ક્રિયા વગેરેનો ઉપદેશ કરે. (૨) વ્યવહારમાં શી રીતે ચાલવું, સભામાં કઈ રીતે ઉપદેશ આપે અને પ્રાયશ્ચિત્ત આપી આત્માને શી રીતે શુદ્ધ કરે તે બતાવે. (૩) મનમાં પ્રશ્ન ધારીને કોઈ આવેલ હોય તે તેને સંશય દૂર થઈ જાય એ ઉપદેશ કરે. કોઈ પ્રશ્ન વગેરે પૂછે, તે તેને એવા માર્મિક શબ્દોથી ઉત્તર આપે કે જેથી પૂછનારના. રેમેરોમમાં તે વાત પાકી ઠસી જાય. (૪) વ્યાખ્યાન વખતે સાતે નયની રીતે સ્યાદ્વાદ શૈલીથી સર્વને સરળ ને શોભતી, પરસ્પર વિરોધ ન આવે તેવી, બીજાની નિંદા ન થાય એવી, અને પિતાના ધર્મના ગુણો અને સિદ્ધાંત બીજાના મનમાં ઠસી જાય એવી શબ્દરચનાવાળી વાણી, પ્રકાશે.
(૨) વિક્ષેપણું”—સન્માર્ગ છેડી ઉન્માર્ગે જતું હોય એવાને પાછે સન્માર્ગ પર સ્થિર કરે, સમાગ પર સ્થાપી દઢ કરે તે વિલેપણ કથા. તેને ૪ ભેદ છે. (૧) સ્વમતની દેશના આપતાં વચમાં વચમાં બીજા ધર્મશાસ્ત્રોના એવા અર્થ કરે કે જેથી સાંભળનારને જૈનધર્મના મહત્વને વિશ્વાસ આવે. (૨) સભામાં અન્ય મતવાળાની સંખ્યા વિશેષ હોય તે તેના ધર્મની વાત કરતાં વચમાં વરમાં શુદ્ધ ધર્મનું રહસ્ય બતાવે, જેથી અન્ય મતવાળા સમજે કે જૈન ધર્મ શુદ્ધ અને ચમત્કારી છે. તેથી મિથ્યાત્વને ત્યાગ કરવાની મરજી થાય (૩) સમ્યક્ત્વ વગેરેનું સ્વરૂપે પ્રગટ કરતાં વચમાં મિથ્યાત્વનું સ્વરૂપ દેખાડે, જેથી તાજન, મિથ્યાત્વથી પિતાના આત્માને બચાવી શકે. (૪) મિથ્યાત્વનું સ્વરૂપ સમજાવતાં વચમાં સખ્યત્વનું સ્વરૂપ પણ કહે, જેથી રોતાજનની સમકત્વ ગ્રહણ કરવાની ઈચ્છા થાય.
(૩) “ સંવેદણી ”—જે કથા સાંભળતાં સાંભળનારના અંતઃકરણમાં વૈરાગ્ય ઊપજે અને મોક્ષની ઈચ્છા થાય તેવી કથા. એના ૪ ભેદ છેઃ (૧) આ દુનિયાનું અનિત્યપણું બતાવે, અને મનુષ્ય જન્મ, સમ્યકત્વ ધર્મની પ્રાપ્તિ, સન્શાસ્ત્રોનું શ્રવણ, સાધુ મહારાજને સમાગમ,