________________
૩૦૪
જૈન તત્ત્વ પ્રકાશ થઈને પડ્યા છે તેથી તે બિચારા શું કરે? એવી રીતે એ જીવને અશરણ અને અનાથ જાણી સંયમી મુનિ તેના પિતાના આત્માની પેઠે રક્ષા કરે છે.
૬. બે ઈદ્રિય સંયમ-કાયા અને મુખ એ બે ઇંદ્રિયવાળા જળ, કેડા વગેરે
૭. તેઈદ્રિય સંયમ-કાયા, મુખ, નાક એ ત્રણ ઈન્દ્રિયવાળાકીડી, માંકડ, વગેરે.
૮. ચેન્દ્રિય સંયમ-કાયા, મુખ, નાક અને આંખ એ ચાર ઈન્દ્રિયવાળા, માખી, મચ્છર વગેરે.
એ ત્રણ પ્રકારના વિકળ ઈન્દ્રિય જીવોની સંયમધારી મુનિ રક્ષા કરે છે.
૯ પંચેન્દ્રિય સંયમ–કાયા, મુખ, નાક, આંખ અને કાન એ પાંચ ઈન્દ્રિયવાળા નારી, તિર્યંચ (પશુ, પંખી, સર્પ, માછલાં, મગર, ઊંદર, વગેરે) મનુષ્ય અને દેવતા, એ ચારની સંભાળ કરે.
એવી રીતે એકેન્દ્રિય જીવો તથા બે ઈદ્રિયથી પંચેન્દ્રિય લગીના ત્રસ પ્રાણીઓની ત્રણ કર અને ત્રણ જગથી રક્ષા કરી કિંચિત્ માત્ર દુખ ન ઉપજાવે. કેટલાક માણસે (૧) આયુષ્ય નભાવવાને અર્થે એટલે શરીરના નિર્વાહને અથે (૨) યશ, કીતિ મેળવવા સારૂ છવ વગેરે કરવામાં, (૩) માનની મગરૂરી વધારવા સારૂ પૂજાસત્કાર કરાવવા, (૪) જન્મ મરણથી છૂટવા સારૂ એટલે ધર્મ થાય અને મેક્ષ મળે એ હેતુથી (૫) દુઓથી છૂટવા સારૂ. એ પાંચ કારણે છકાયના જીની જેઓ હિંસા પોતે કરે છે, બીજા પાસે કરાવે છે, અને બીજાઓ જે હિંસા કરી રહ્યા છે તેને ભલું જાણે છે એ સર્વને મહામૂર્ખ જાણવા. જો કે તેઓ તે સુખ મેળવવા હિંસા કરે છે, પણ ભવિષ્યમાં તેઓને