________________
૨૬૬
જૈન તત્ત્વ-પ્રકાશ
આ બધા લેકે શા માટે વિલાપ કરે છે?
નમિ રાજષિ એ જવાબ દીધું કે આ નગરીની બહાર એક અતિ સુંદર વૃક્ષ છે. તે ફળ, ફૂલ, પાંદડાં અને ડાળથી ભારે ખીલ્યું છે. એ ઝાડ ઉપર ઘણાં પક્ષીઓ આવી આરામ લેતાં હતાં. એક દિવસ વાયુના તેફાનથી તે વૃક્ષ તૂટી પડ્યું અને તેનું માત્ર ઠુંઠું રહી ગયું, તે વખતે સર્વ પક્ષીઓ પોતપોતાના સ્વાર્થની વાત યાદ કરી વિલાપ કરવા ને રેવા લાગ્યાં. હે ઇંદ્ર ! તે જ રીતે નગરીના બધા લેકો પોતપોતાની મતલબને (મારે વિયેગ નહિ) વિગ જોઈ રુએ છે.
એ પ્રમાણે શકે કે ૧૧ પ્રશ્નો પૂછ્યા. તે અગિયાનું સમાધાન કર્યું. તેથી ઇદ્ર શ્રી નમિરાજ ષિને નમસ્કાર કર્યા અને પિતાને માગે સ્વર્ગમાં જ રહ્યો. શ્રી નમિરાજર્ષિ ઉત્કૃષ્ટ કરણી કરી મેક્ષમાં પધાર્યા. (ઉત્તર અ. ૯)
૬. અશુચિ ભાવના–એવો વિચાર કરે કે હે જીવ! તું તારા શરીરને સ્નાન, મંજન, લેપન વગેરેથી શુદ્ધ કરવા ઈચ્છે છે, પણ તે કઈ દિવસ શુદ્ધ થવાનું નથી. કારણ કે તેની ઉત્પત્તિને તથા તેની અંદર શું છે તેને જરા વિચાર તે કર. પ્રથમ તે તે માતાનું રક્ત (રજ) અને પિતાનું શુક (વીર્ય) એ બેને આહાર કરી બન્યું છે. માતાના ઉદરમાં તે અશુચિ સ્થાનમાં એટલે જ્યાં વિષ્ટા-મૂત્ર રહેલાં છે ત્યાં વૃદ્ધિ પામી રક્તના નાળામાંથી બહાર નીકળ્યું. બહાર આવ્યા પછી માનું દૂધ પીને મેટું થયું. માનું દૂધ પણ જેમ શરીરમાં લેહી–માંસ રહે છે તે પ્રમાણે રહે છે. હાલ એ શરીર અનાજ ખાય છે તે અનાજ પણ અશુચિમય ખાતરમાંથી પેદા થાય છે.
હવે શરીરની અંદરના પદાર્થોને જરા વિચાર કર. શરીરમાં સાત ધાતુ છે (૧) રસ, (૨) લેહી, (૩) માંસ, (૪) મેદ, (૫) હાડ (૬) મજજા, (૭) શુક. જે આહાર કરવામાં આવે છે તે પિત્તના તેજથી પાકીને પહેલા ચાર દિવસમાં રસ થાય છે. બીજા ચાર દિવસમાં