________________
૨૬૪
જૈન તત્ત્વ પ્રકાશ
આ વાત સાંભળી છએ રાજાને જાતિસ્મરણ જ્ઞાન (પાછળના ‘ભવે જાણવાનું જ્ઞાન) ઉત્પન્ન થયું. છએ જણ પ્રતિબંધ પામ્યા. શ્રી મલ્લિકુંવરીએ દીક્ષા લીધી અને શ્રી મલ્લિનાથ તીર્થકરનું પદ પામ્યા. ત્યારબાદ છએ રાજાઓએ પણ તેમની પાસે દીક્ષા લીધી, છેવટે કેવળજ્ઞાન પ્રાપ્ત કરી મેક્ષે પધાર્યા. આ કથન શ્રી જ્ઞાતાસૂત્રના આઠમા અધ્યયનમાં છે.
૪. એકત્વ ભાવના–એ વિચાર કરે કે હે જીવ ! આ જગતમાં કઈ કઈનું સેબતી નથી. તું એકલે આવ્યો છે અને એક જ જવાને છે, પાપ કરીને તે જે ધન વગેરે રિદ્ધિસિદ્ધિને સંગ્રહ કર્યો છે, અને પૂર્વના કર્મને યુગે તને જે કુટુંબ પરિવાર મળ્યો છે તે તારા મરવા સમયે સાથે આવનાર નથી. ધન ધરતી પર કે ધરતીમાં જ્યાં હશે ત્યાં ધર્યું રહેશે. પશુ પક્ષી ઘરમાં રહી જશે, તારી વહાલી સ્ત્રી દરવાજા લગી અને કુટુંબ પરિવાર રમશાન લગી આવશે. તને અત્યંત પ્રિય એવું તારું આ શરીર પણ ચિતામાં બળી ખાખ થઈ જશે પણ સાથે આવશે નહિ. એવું જાણું એકાંતપણું ધારણ કર. એવી એકાંત ભાવના શ્રી મૃગાપુત્ર ભાવી હતી.
શ્રી સુગ્રીવ નગરમાં બલભદ્ર રાજા હતા. તેને મૃગા નામે રાણી હતી. તેના પુત્રનું નામ મૃગાપુત્ર હતું. તે મૃગાપુત્ર એક પ્રસંગે પિતાની સુંદર ને મનહર સ્ત્રીઓની વચ્ચે પોતાના રત્નજડિત મહેલની અંદર બેસી બજારને ઠાઠ જોતા હતા. એવામાં રસ્તે જતાં એક દુર્બળ પણ તપોધની (તપરૂપી ધનને સંગ્રહ કરનાર) સાધુને જોઈ શ્રી મૃગાપુત્રને જાતિસ્મરણ જ્ઞાન પ્રાપ્ત થયું. પૂર્વના ભવમાં પોતે પણ સંયમ પાળેલ તે જાણી સંયમી થવાની પ્રબળ ઈચ્છા થઈ. સંયમ લઈ જંગલના મૃગની પિઠે એકલા વનવાસી રહી ખૂબ કરણ કરી મેક્ષ પહોંચ્યા. આ કથન ઉત્તરાધ્યયનના ૧૯ મા અધ્યયનમાં છે.
૫. અન્યત્વ ભાવના–એ વિચાર કરે કે હે જીવ! આ જગતમાં સૌ સ્વાર્થી છે, પિતાની મતલબ હોય ત્યાં લગી સૌ આપણને