________________
૨૯૯
પ્રકરણ ૪ થું : ઉપાધ્યાય
એટલે જેઓ બ્રહ્મચર્ય પાળતા નથી, તેનું બળ, વીર્ય, બુદ્ધિ, આયુષ્ય, તેજ, શોભા, શૌર્ય, સૌદર્ય, ધન, યશ, પુષ્ય, અને પ્રીતને. નાશ થાય છે.
એ પ્રમાણે અનેક શાસ્ત્રોમાં સ્થળે સ્થળે બ્રહ્મચર્યની પ્રશંસા અને ગુણો તથા અબ્રહ્મચર્યના દુર્ગ બતાવ્યા છે, એવું જાણું કામ વાસનાને નાશ કરી બ્રહ્મચર્યવ્રત અખંડ ધારણ કરવું. કદાપિ સ્ત્રી વગેરે ભેગવિલાસના પદાર્થો દેખી મન ચલાયમાન થઈ જાય તે તે પદાર્થોના દુર્ગણે ઉપર ધ્યાન લગાવવું. તે એવી રીતે કે હે જીવ, તું શું જોઈને. મેડિત થાય છે ? જે તે ખરો કે સ્ત્રીના શરીરની અંદર શી શી વસ્તુઓ ભરી છે. તેના કાનમાં મેલ છે, આંખમાં ચીપડા, નાકમાં લીંટ, મેંમાં ચૂંક, પેટમાં વિષ્ટા, (મળ) અને આખા શરીરમાં હાડકાં, માંસ, લેહી, વગેરે સર્વે અપવિત્ર પદાર્થો પરિપૂર્ણ ભરેલા છે.
ગાથા : ના સુગી પૂરૂછી, નિતિજ્ઞરૂ સવ્યો
gવું સુરસીસ્ટ પરિળ, મુદ્દત નિવસિT ! ઉત્ત) અ. ૨/૪
જેવી રીતે, એક ભૂખે કુતરે સુકાઈ ગયેલે હાડકાને કટકે મળતાં તેને આનંદથી ચાટ્યા, ચાવ્યા કરે છે, અને એમ કરતાં. હાડકાંની અણીદાર કટકીઓ તેને તાળવામાં વાગતાં કાણું પડે છે, એથી તાળવામાંનું લેહી પેલા હાડકાના કટકા ઉપર પડતાં કુતરાને વિશેષ સ્વાદ આવે છે. અને હાડકા પર ઘણે મેહિત થઈ વધારે ને વધારે ચાલે છે, આખરે તાળવામાં કાણું વિશેષ પડે છે, તેને દુઃખ થવા માંડે છે, એટલે દુઃખનું કારણ હાડકાને કટક નાંખી દઈ પોતે પિતાનું લેહિયાળું મેં ચાટી આનંદ માને છે. એમ થતાં તાળવામાંનાં કાણાં સડે છે, તેમાં કીડા ઊપજે છે, મેં ઘણું જ વાસ મારે છે. તે ઘણોજ દુઃખી થાય છે અને જ્યાં જાય છે ત્યાંથી સૌ તેને કાઢી મૂકે છે, ત્યારે ભૂખ્યો તરસ્ય દૂબળે થઈ તાળવાની પીડાથી માથાં પછાડી મરી જાય છે..