________________
જૈન તત્ત્વ પ્રકાશ
મુનિએ વિચાર કર્યો કે ગુરુજીએ ફરમાવ્યું છે કે નિરવદ્ય (પાપરહિત જગા, જ્યાં કોઈ જીવ ન મરે તેવી) જગાએ પરડી આવો. એક ટીપું નાખતાં આટલી કીડીએ મરી ગઈ ને ભારે અનથ થયે.. તે તમામ શાક પરડવાથી ભારે જુલમ થશે. વિચાર કરતાં છેવટે સૂઝ્યું કે ખાસ નિરવદ્ય જગા તે! મારું પેાતાનું પેટ જ છે; અને દેહ તે નાશવંત છે. એવા દેહમાં શાક નાખવાથી ઘણા જીવેાની રક્ષા થાય. એવા ઉપકાર નાશવંત શરીરથી અને એ તા ભારે લાભનું કારણ છે, એમ ચિ’તવતાં વિષમય તમામ શાક પેાતે જ ખાઇ ગયા.
૨૭૮
ઘેાડી વાર ન થઇ ત્યાં શરીરમાં અગ્નિ (દાહ) પ્રગટ્યો, છતાં સમભાવે આયુષ્ય પૂર્ણ કર્યું અને સર્વાર્થસિદ્ધ વિમાનમાં ઊપજ્યા. ભવાંતરે કર્મોના સથા ક્ષય કરી મેક્ષ પધાર્યાં. (જ્ઞાતા અ૦ ૧૬)
આ મારે ભાવનામાંથી જેણે જેણે એક એક ભાવના માત્ર ભાવી તેમના આત્માનું પણ પરમ કલ્યાણ થયુ, તે જે જીવ ખારે ભાવના ભાવશે તે તે જરૂર મેાક્ષ પામશે એવું જાણી શ્રી ઉપાધ્યાય.
ભગવાન મારે ભાવના સદા ભાવે છે.
૪ અભિગ્રહ
અભિગ્રહના ચાર પ્રકાર છે ઃ ૧. દ્રવ્યથી, ૨. ક્ષેત્રથી, ૩. કાળી,. ૪ ભાવથી. એ ચાર જાતના અભિગ્રહ ઉપર શ્રી મહાવીર સ્વામીનુ દૃષ્ટાંત-છદ્મસ્થ દશામાં વિહાર કરતા શ્રી વીરપ્રભુએ એક વાર ૧૩ ખેલને એવે! અભિગ્રહ ધારણ કર્યાં ૩—(૧) દ્રગ્રંથી અડદના માકળા સૂપડાના ખૂણામાં હેાય; (૨) ક્ષેત્રથી-દાન દેનારી સ્ત્રી ઘરના દરવાજામાં બેઠી હાય, દરવાજાની અંદર' એક પગ હેાય અને એક પગ બહાર હોય; (૩) કાળથી, દિવસપને ત્રીજો પહેાર હાય; (૪) ભાવથી-દાન દેનારી રાજાની કન્યા હાય, તેના પગમાં બેડી, હાથ માં હાથકડી, માથે મુડા, કચ્છોટો વાળેલા, આંખમાં આંસુ અને અનુમની તપશ્ચર્યાં-૧૨વાળી હોય અને તે મને આહાર૧૩આપે તે મારે લેવા.
O