________________
પ્રકરણ ૪ થું: ઉપાધ્યાય
૨૯૩ ધર્મનું મૂળ સત્ય છે, અને સત્ય વચનને માટે મુખમાં બંદોબસ્ત પણ બહુ છે. દેહરે--વચન રન મુખ કેટડી, હઠ કપાય જડાય;
પહેરેગીર બત્રીસ છે, રખે પરવશ પડી જાય. મરૂપી ઘરમાં હોઠરૂપી કબાટ છે, તેમાં સત્ય વચનરૂપી મહાન રને સાચવી રાખ્યાં છે, અને તેની સાચવણને માટે બત્રીસ સિપાઈ રાખ્યા છે. રખેને, તે રને પારકાને હાથ જતા રહે ! મતલબ કે વચન છે તે રત્ન છે. તે કાઢતા પહેલાં ખૂબ વિચાર કર. પરવશ થઈને એટલે ગમાર થઈને મેંમાંથી જવું વચન ન કાઢવું; પરવશપણે વચન જેમતેમ બોલી ન નાંખવું.
વળી, જઠું એટલે હું એ અર્થ કરીએ તે એઠવાડને કઈ પણ ઉત્તમ પુરુષ સ્વીકાર કરતા નથી. સત્ય છે તે મનુષ્યરૂપી ઉત્તમ અવતારનું મેટું ભૂષણ છે, એવો વિચાર કરી નિરર્થક વાતમાં, વિકથામાં, ગપસપમાં રાજી ન થાય અને એ રીતે આ મનુષ્ય જન્મ ગુમાવી ન દે. કેઈને દુઃખ લાગે એવું વચન કહેવું એ પણ જૂઠ જ છે.
કાણાને કારણે, નપુંસકને હીજડે, કોઢવાનને કેઢીઓ, વગેરે દુઃખકારી અને નુકસાન થવાની સાથે પાપ લાગે તેવાં વચન બેલવા જ નહિ. સત્ય, તથ્ય, પ્રિય, અવસરને યેગ્ય, નિર્દોષ ભાષા ઉચ્ચારવી જોઈએ ક સત્યવંત પ્રાણ આ દુનિયામાં નીડર, સાહસિક, * सत्यं ब्रूयात् प्रियं ब्रूयात् , न ब्रूयात् सत्यमप्रियम् ॥ प्रियं च नानृतं ब्रूयात् एव धर्म सनातनः ॥१३८।। भद्रं भद्रमिति ब्रूयात् भद्रम् भद्रमिति वदेत् । शुष्कं वैरं विवाद च, न कुर्यात् केनचित् रुह ॥१३५।।
મનુસ્મૃતિ અધ્યાય ૪ અર્થ–સદા સત્ય અને પ્રિય બોલો. સત્ય હોય પણ અપ્રિય હોય તે ન બોલો, બીજાને ખુશ રાખવા જૂઠું કદી ન બોલો. એ સનાતન આર્યધર્મ છે.
હે ભદ્ર ! સદા હિતકર બોલો, કોઈની સાથે નાહક વેર કે વિષાદ થાય એવું ન બોલો, વચનનું ભૂષણ એ જ છે.